
ગૂગલ પ્લે સ્ટોર પર પ્લે પ્રોટેક્ટ નામનું ફીચર ઉપલબ્ધ છે. આ ફીચરથી ફોનમાં હાનિકારક એપ્સને શોધી શકાય છે
ગૂગલ પ્લે સ્ટોર પર પ્લે પ્રોટેક્ટ નામનું ફીચર ઉપલબ્ધ છે. આ ફીચરથી ફોનમાં હાનિકારક એપ્સને શોધી શકાય છે. આ ટૂલની મદદથી ફોનમાં હાજર તમામ એપ્સનું સ્કેનિંગ થાય છે. સ્કેનિંગની સાથે જો કોઈ પણ પ્રકારનો ખતરો હોય તો સ્માર્ટફોન યુઝરને તરત જ તેની માહિતી ફોન સ્ક્રીન પર જોવા મળશે.
તમારા ફોનમાં હાનિકારક એપ્સ કેવી રીતે શોધી શકાય
સૌથી પહેલા તમારે ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે.
હવે તમારે ઉપરના જમણા ખૂણે પ્રોફાઈલ આઈકન પર ટેપ કરવાનું રહેશે.
હવે મેનુમાં Play Protectનો વિકલ્પ દેખાશે.
આ વિકલ્પ પર ક્લિક કરવાથી, સ્કેનિંગ એપ્લિકેશન્સ માટેનું પેજ ખુલશે.
હવે તમારે સ્કેન બટન પર ટેપ કરવું પડશે.
હવે સ્કેનિંગ દરમિયાન, Scanning in Progress… લખવામાં આવશે.
હવે થોડી જ સેકન્ડમાં ફોન પર No Harmful Apps Found નું સ્ટેટસ દેખાશે.
આ સ્ટેટસનો સ્પષ્ટ અર્થ છે કે તમારા ફોનમાં કોઈપણ પ્રકારની હાનિકારક એપ નથી.
જો કે, જો તમને ફોનમાં આ પ્રકારનું સ્ટેટસ દેખાતું નથી, તો ફોનમાં ખતરનાક એપ્સ વિશેની માહિતી તરત જ સ્ક્રીન પર આપશે.