
ભાવનગરઃ પશ્વિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા અડધો ડઝન ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગર-મહુવા, કાકીનાડા-ભાવનગર, મહુવા-ભાવનગર, બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક, બાંદ્રા-પાલિતાણા સાપ્તાહિક અને ઓખા-ભાવનગર દૈનિક ટ્રેનનો સમાવેશ કરાયો છે.
ભાવનગર રેલવે ડિવિઝનની લાંબા અંતરની ટ્રેનોના સમયસર સંચાલન માટે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નં.19205 ભાવનગર-મહુવા દૈનિક એક્સપ્રેસનો 17 જુલાઇ, 2024થી ઢસા સ્ટેશન પર આવવાનો સમય સવારે 11.30ને બદલે 11.44 કલાકનો રહેશે, તેવી જ રીતે મહુવા સ્ટેશન સુધીના તમામ સ્ટેશનો પરના સમયમાં ફેરફાર કરવામાં આવશે. ભાવનગરથી ઇંગોરાળા સ્ટેશન સુધી કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ટ્રેન નં. 12755 કાકીનાડા-ભાવનગર સુપરફાસ્ટ 18મી જુલાઈ, 2024થી સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન પર 15.30 કલાકને બદલે 15.15 કલાકે આવશે, આમ આ ટ્રેન 16 મિનિટ વહેલા સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન પર આવશે અને તે મુજબ સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનથી 16 મિનિટ વહેલા ઉપડશે. અન્ય કોઈ સ્ટેશન પર આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેન નં.19206 મહુવા-ભાવનગર એક્સપ્રેસ 18મી જુલાઈ, 2024થી મહુવા સ્ટેશનથી 14.50 કલાકને બદલે 15.00 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ સ્ટેશને 19.50 કલાકને બદલે 20.00 કલાકે પહોંચશે.
આ ઉપરાંત ટ્રેન નં. 22963 બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક સુપરફાસ્ટના 15 જુલાઈ,2024થી બોટાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 03.33/03.34 કલાકને બદલે 03.40 /03.42 કલાકનો રહેશે અને ભાવનગર સ્ટેશન પર આગમનનો સમય 05.45 કલાકના બદલે 05.55 કલાકો રહેશે.. બાંદ્રાથી વઢવાણ સિટી સ્ટેશન સુધી આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ટ્રેન નં. 22935 બાંદ્રા-પાલિતાણા સાપ્તાહિક સુપરફાસ્ટના 16 જુલાઈ, 2024થી બોટાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 03.33/03.34 કલાકને બદલે 03.40 /03.42 કલાકનો રહેશે અને પાલીતાણા સ્ટેશન પર પહોંચવાનો સમય 06.00 કલાકના બદલે 06.25 કલાકનો રહેશે. બાંદ્રાથી વઢવાણ સિટી સ્ટેશન સુધી આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર દૈનિક એક્સપ્રેસનો 17 જુલાઈ, 2024થી રાણપુર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 02.40/02.41 કલાકને બદલે 02.44 /02.45 કલાકનો રહેશે અને ભાવનગર સ્ટેશન પર પહોંચવાનો સમય 05.30 કલાકના બદલે 05.45 કલાકનો રહેશે. તેમજ ઓખાથી લીંબડી સ્ટેશન સુધીની આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.