
કાશ્મીરી પંડિતોની જેમ બાંદલાદેશી હિન્દુઓ ઉપર પણ ફિલ્મ બનાવી જોઈએઃ તસલીમા નસરીન
નવી દિલ્હીઃ જાણીતા લેખિકા તસલીમા નસરીનને ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ નીહાળી હતી. તસલીમાએ આ અંગે ટ્વીટ કરીને ફિલ્મને લઈને પોતાના વિચારો રજૂ કર્યાં હતા. તેમજ બાંગ્લાદેશી હિન્દુઓને લઈને સવાલ ઉઠાવ્યાં હતા. તસલીમા નસરીનએ કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં રહેવાનો તેમનો હક્ક પરત મળવો જોઈએ.
તસલીમા નસરીનએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, કાશ્મીર ફાઈલ ફિલ્મ જોઈ, જો ફિલ્મની વાર્તા 100 ટકા સત્ય છે તો કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં રહેવાનો તેમનો હકક પરત મળવો જોઈએ. તેમજ મને સમજ નથી આવતી કે, બાંગ્લાદેશી હિન્દુઓને નિકાળવાના મામલે કેમ ફિલ્મ નથી બની.
વર્ષ 1990માં કાશ્મીરમાં પંડિતો ઉપર થયેલા અત્યારને લઈને તાજેતરમાં ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ રજૂ થઈ હતી. મોટી સંખ્યામાં લોકોને ફિલ્મ પસંદ આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ પણ ફિલ્મની પ્રશંસા કરી છે. આ ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી છે અને અભિનેતા અનુપમ ખેરનો અભિનય લોકોને પસંદ આવી છે. ભારત સહિત સમગ્ર દુનિયામાં બોક્સઓફિસ ઉપર આ ફિલ્મ ધૂમ મચાવી છે અને એવુ મનાય છે કે, ફિલ્મ 125 કરોડથી વધુની આવક કરશે.