
કેરળ અને કર્ણાટકમાં ભૂસ્ખલની ઘટના
પૂરના કારણે અત્યાર સુધી 72 લોકોના મોત
50 લોકો જીવતા દટાયા
વરસાદે સર્જી તારાજી
વાયનાડમાં ભૂસ્ખલનમાંથી 21 મૃતદેહો કાઢવામાં આવ્યા
મિતશાહે બેલગાવીનું સર્વે કર્યું
રાહુલ ગાઁધી વાયનાડ પહોચ્યા
તિરુવનંતપુરમઃ સતત એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદને લઈને કેરળ અને કર્ણાટકમાં પૂરની સ્થિતીથી લોકોનું જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું છે,લાખો લોકોઅનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, કેરળના 8 જીલ્લામાં પૂરનો પ્રભાવ છે ,સોમવારના રોજ રાજ્યમાં મોતનો આંકડો 72 સુધી પહોંચી ચુક્યો છે, ત્યારે 58 લોકો હજુ સુધી લાપતા છે જેમની કોઈ પણ પ્રરકારની ભાળ મળી નથી,ત્યારે 2.30 લાખ લોકોને પૂરમાંથી બચાવીને રાહત શિબિરમાં પહોચાડવામાં આવ્યા છે,અહિ હાલમાં 1640 રાહત શિબિર કાર્યરત છે, ત્યારે કર્ણાટકની વાત કરવામાં આવે તો અહિના 17 જીલ્લાઓમાં પૂરની પરિસ્થિતી જોવા મળી છે ,વિતેલા 12 દિવસોમાં 40 લોકો જીવ ગુમાવી ચુક્યા છે,જ્યારે 14 લોકોની કોઈ ભાળ મળી નથી રહી,હવામાન વિભાગે પૂર પિડીત બેલગાવીમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
મુખ્યમંત્રી પિનારાઈ વિજયને રવિવારનો રોજ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી,તેમણે જણાવ્યું હતુ કે 8 ઓગસ્ટથી સતત વરસી રહેલા વરસાદને પગલે 72 લોકોના જીવ ગયા છે, રાજ્યમાં કેટલાક ઘરો પણ નષ્ટ થઈ ચુક્યા છે, અતિથી અતિભારે વરસાદને કારણે 100 જગ્યાઓ પર ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી છે,રવિવાર સાંજ સુધી મલપ્પુરમમાં 23,કોજીકોડમાં 17 અને વાયનાડમાં 12 લોકોની લાશ મળી આવી છે,પલક્કડ જીલ્લાના અંદાજે 10 આદિવાસી વિસ્તારનો સંપર્ક તૂટવાના કારણે મોટી સંખ્યામાં લોકો પૂરમાં ફસાયેલા છે, કેરળમાં રેલવે ટ્રેક પર ઝાડ અને પહાડના પત્થર પડવાના કારણે ટ્રાફીકની સમસ્યા ઊભી થઈ છે.
ભૂસ્ખલનની 100 જેટલી ધટનાઓ- કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પૂરની પરિસ્થિતીનુ અવલોકન કરવા પોતાના સંસદીય વિસ્તાર વાયનાડમાં પહોચ્યા છે રવિવારે તેમણે મલપ્પુરમના નિલાંબુરની મુલાકાત કરી હતી, અહિ 8 ઓગસ્ટના ભૂસ્ખલ પછી 35 ઘરો દટાયા હતા, આ ઘટનાને નજરે જોનારાનું કહેવું છે કે 65 લોકો આ ઘટનામાં જીવતા દટાયા છે, એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરી રહી છે.
ત્યારે નિલાંબુરમાં 11 લોકોના મૃતદેહ મળી આવ્યા
છે,અધિકરોના કહ્યા મુજબ 50 લોકો હજુ પણ કાટમાળમાં ફસાયા હોવાની શંકા વ્યક્ત
કરવામાં આવી રહી છે.વાયનાડ જીલ્લાના પૂથૂમાલામાં પણ ભૂસ્ખલનના કારણે 10 લોકોના મોત
થયા છે ત્યારે 7 લોકો હજુ સુધી લાપતા છે.
કર્ણાટકમાં 12 દિવસની આ તબાહીમાં 40 લોકોને મળ્યા મોત- બીજી બાજુ વરસાદ અને પૂરના કારણે કર્ણાટકના 17 જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે. 1લી ઓગસ્ટથી આજ સુધી 40 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 14 લોકો હજુ પણ લાપતા છે. સેના અને એનડીઆરએફના જવાનોએ રાજ્યમાં 5 લાખ 81 હજાર લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે સરકારે પૂર પિડીતો માટે 1168 રાહત શિબિરો બનાવ્યા છે.
રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેલાગવીમાં પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો. કર્ણાટક સરકારે મૃતકના પરિવારને 5 લાખ રૂપિયા વળતર આપવાની સુચના કરી છે મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ આ પૂરને રાજ્યના છેલ્લા 45 વર્ષની સૌથી મોટી આપત્તિ ગણાવી છે ત્યારે આ પૂરના કારણે મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પાસેથી 3 હજાર કરોડની માંગ પણ કરી છે.