1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગામડાંઓમાં નાઈટ હોલ્ટ કરતી એસટી બસના ડ્રાઈવર-કંડકટરને પડતી ભારે મુશ્કેલી
ગામડાંઓમાં નાઈટ હોલ્ટ કરતી એસટી બસના ડ્રાઈવર-કંડકટરને પડતી ભારે મુશ્કેલી

ગામડાંઓમાં નાઈટ હોલ્ટ કરતી એસટી બસના ડ્રાઈવર-કંડકટરને પડતી ભારે મુશ્કેલી

0
Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં અનેક ગામડાંમાં એસટીબસો નાઈટ હોલ્ટ કરતી હોય છે. ઘણા અંતરિયાળ ગામોમાં તો નાઈટ હોલ્ટ કરતી એસટી બસના ડ્રાઈવર-કંડકટરને કોઈ સુવિધા હોતી નથી. એસટી બસમાં જ સુઈ રહેવું પડતું હોય છે. જેમાં ચોમાસાની ઋતુમાં એસટી બસના ડ્રાઈવર-કંડકટો ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે ગ્રામ પંચાયતો દ્વારા લાઈટ હોલ્ટ કરતી એસટી બસના ડ્રાઈવરો-કંડકટરોને સુવિધા આપવામાં આવે તેવી માગ ઊઠી છે.

અંતરિયાળ ગામડાઓમાં રાત્રી રોકાણ કરતી એસ ટી બસોના ડ્રાઇવર અને કંડક્ટર માટે ગ્રામ પંચાયત તરફથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રાત્રી રોકાણ કરતી બસોના ડ્રાઇવર કંડક્ટરો માટે સુવાની યોગ્ય વ્યવસ્થા નહી હોવાથી બસમાં સુવાની ફરજ પડે છે. હાલમાં ચોમાસાની ઋતુમાં મચ્છર સહિત જીવ જંતુઓનો ઉપદ્રવ વધતો હોય છે. ઘોઘમાર વરસાદમાં પણ એસટી બસમાં રાત વિતાવવી પડતી હોય છે. એસટી નિગમ દ્વારા લાંબા અને ટુંકા અંતરની બસોને ગ્રામ્ય વિસ્તારમાંથી વહેલી સવારે ઉપડવાનો ટાઇમ ટેબલ બનાવવામાં આવ્યું હોય છે. આવી બસો રાત્રે છેલ્લુ સ્ટોપેજ ગ્રામ્ય વિસ્તાર રાખવામાં આવે છે. આથી આવી બસોને રાત્રી રોકાણ ગામમાં કરવાનું અને સવારે નિયત કરેલા સમયે બસ ઉપાડવા જેવું શિડ્યુલ ગોઠવવામાં આવે છે. જોકે રાત્રી રોકાણ કરતી બસોના ડ્રાઇવર કે કંડક્ટરને સુવા માટે યોગ્ય વ્યવસ્થા નહી હોવાથી બસમાં, બસના છાપરા ઉપર કે ખુલ્લામાં સુવાની ફરજ પડે છે.

ચોમાસાની ઋતુમાં  નાઈટ હોલ્ટ કરતી એસટી બસોના ડ્રાઈવર-કંડકટરોને મચ્છર સહિતની જીવાતોને લીધે બિમાર પડવાની ચિંતા સતાવી રહી છે. જેને પરિણામે રાત્રી રોકાણ કરતા ડ્રાઇવર અને કંડક્ટરોને ઉંઘ પણ આવતી નથી. જ્યારે સવારે બસ લઇને ટ્રીપમાં નિકળવાનું થતું હોવાથી પરિસ્થિતિ કફોડી બની રહે છે. ત્યારે એસ ટી નિગમ દ્વારા રાત્રી રોકાણ કરતી બસોના ડ્રાઇવર અને કંડક્ટરોને સુવા માટે યોગ્ય વ્યવસ્થા મળે તે માટે ગ્રામ પંચાયતને એસ ટી નિગમ દ્વારા પત્ર લખવામાં આવે તેવી માંગ કર્મચારીઓમાં ઉઠવા પામી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code