
લખનૌઃ શારજાહથી લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ બાબતપુર પહોંચેલા પ્લેનના એક પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ 840 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. બિહાર પ્રાંતના સિવાનના રહેવાસી કન્હૈયા કુમારે પોતાના શરીરમાં અંદરના ભારમાં સોનું છુપાવ્યું હતું. તેની કિંમત 49 લાખ રૂપિયા આંકવામાં આવી છે. એક મહિનામાં છઠ્ઠી વખત કસ્ટમ્સની ટીમે બાબતપુર એરપોર્ટ પર શારજાહથી લાવવામાં આવેલ સોનું જપ્ત કર્યું હતું.
વારાણસી એરપોર્ટ ઉપર એક ફ્લાઈટ આવી હતી. અહીં કસ્ટમની ટીમ દરેક મુસાફરો પર નજર રાખી રહી હતી અને ચેક કરી રહી હતી. આ દરમિયાન બિહારના સિવાનના રહેવાસી કન્હૈયા કુમાર પર શંકા જાગી હતી અને સંપૂર્ણ તપાસ બાદ તેની પાસે સોનું હોવાની પુષ્ટિ થઈ હતી. પૂછપરછ દરમિયાન કન્હૈયા ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત કરી હતી કે તેણે તેના શરીરમાં સોનું છુપાવ્યું હતું. ત્યાર બાદ તેની પેસ્ટ બનાવીને કેપ્સ્યુલના આકારમાં 840 ગ્રામ સોનું મળી આવ્યું હતું.
એકાદ મહિનામાં એરપોર્ટ ઉપર છ મુસાફરોને લાખોના સોના સાથે ઝડપી લેવામાં આવ્યાં છે. તા.21 ઓગસ્ટે બિહારના ભોજપુરના રહેવાસી રામ બહાદુર પાસવાન પાસેથી 1.453 કિ.ગ્રા., 21 ઓગસ્ટે જ બારાબંકીના રહેવાસી મોહમ્મદ કાયાસ પાસેથી 920 ગ્રામ મળી આવ્યું હતું. આ ઉપરાંત 27 ઓગસ્ટે બિહારના રહેવાસી રાકેશ કુમાર પાસેથી 700 ગ્રામ. સોનુ પકડાયું હતું.
તા. 02 સપ્ટેમ્બરે અયોધ્યા નિવાસી સંદીપ ગૌતમ પાસેથી 500 ગ્રામ. સોનુ, 17 સપ્ટેમ્બરે આઝમગઢના સંજય સિંહ પાસેથી 600 ગ્રામ સોનું. અને બિહારના સિવાનમાં રહેતા કન્હૈયા કુમાર પાસેથી 27 સપ્ટેમ્બરે 840 ગ્રામ. સોનું પકડાયું હતું. એરપોર્ટ ઉપર સોનાની દાણચોરી અટકાવવા માટે કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી વધારે તેજ કરવામાં આવી છે.