
અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌથી વધુ દારૂ પીવામાં આવતો હોવાનું કહેવાય છે. કોરોનાનો કાળ કપરો રહ્યો હતો છતાં પણ દારૂની પરમિટ મેળવવા માટેની અરજીઓમાં ધરખમ વધારો થયો હતો. વર્ષ 2019માં 2865 લોકોએ દારૂની પરમિટ માગી હતી. અરજીઓ સાથે તબીબી રિપોર્ટ પણ રજુ કરવામાં આવ્યા હતા.વર્ષ 2020માં 3268 લોકોએ દારૂની પરમિટ માગી હતી. જ્યારે વર્ષ 2021ના સાત મહિનામાં જ 2300 અરજીઓ સરકારને મળી છે. આમ ગુજરાતમાં દારૂની પરમિટ મેળવનારાઓની સંખ્યામાં વધારો થતો જાય છે.
રાજ્યના નશાબંધી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 2300થી વધુ અરજીઓ મળી છે. ગુજરાતમાં દારૂ બંધી હોવાથી દારૂ માટે લોકોને પરમિટ લેવી પડે છે અને જે પરમિટનો ભાવ પણ વધી ગયા હોવા છતાં લોકોની પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે કેટલા લોકો તો ડોક્ટર પાસેથી ખાસ માહિતી પણ લઈ રહ્યા છે કે દારૂ પીવાથી કોરોના નહીં થાય એ પ્રકારના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે વર્ષ 2018માં દારૂની કુલ 950 અરજીઓ આવી હતી. વર્ષ 2019માં આંકડો વધીને 2865 સુધી ગયો. નોંધનીય છે કે કોરોનાના વર્ષ એટલે વર્ષ 2020માં અરજી 3268 આવી ગઈ હતી અને હાલ ચાલુ વર્ષમાં માત્ર 7 મહિનામાં રિન્યુ સાથે કુલ 2300 જેટલી અરજીઓ આવી છે. મહત્વની વાત તો એ છે કે આ પરમિટ પાછળ આશરે કુલ 20000 હજાર જેટલો ખર્ચ પણ થાય છતાં લોકોની લાઈનો લાગે છે.
મળતી માહિતી પ્રમાણે રિન્યુ અને નવી પરમિટ બન્નેમાં અલગ અલગ ખર્ચો થાય છે. ડોક્ટરનું કેહવું છે કે અલગ અલગ ક્રાઈટ એરિયા હોય છે જેના ભાગ રૂપે પરમિટ આપવામાં આવે છે. જેમાં ઊંઘ નહીં આવવી, બ્લડ પ્રેશર સહિત અન્ય બીમારીઓને ધ્યાનમાં રાખવામાં આવે છે.