
શાહરુખ ખાનની બર્થડે પર ફેન્સને ખાસ ગિફ્ટ- મોસ્ટ અ વેઈટેડ ફિલ્મ ‘ડંકી’ નું ટિઝર રિલીઝ
મુંબઈઃ બોલિવૂડમાં કિંગ ખાન તરીકે પોતાની ઓળખ બનાવનારા અભિનેતા શાહરુખ ખાન આજરોજ તેમનો 58મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે ફિલ્મ પઠાણ અને જવાન બાડ ફિલ્મ ડંકીને લઈને તેઓ સતત સમાચારોમાં રહે છે. આ ફિલ્મને લઈને દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છએ આવી સ્થિતિમાં આજે શાહરુખના જન્મ દિવસે આ ફિલ્મમાંથી ફર્સ્ટ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.
જો પિલ્મની સ્ટાર કાસ્ટ વિશએ વાત કરીએ તો શાહરુખ સિવાય ફિલ્મમાં મેઈન રોલમાં તાપસી પન્નુ, દિયા મિર્ઝા, બોમન ઈરાની મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ વિકી કૌશલ પણ શાહરુખનો ફ્રેન્ડ બતાવવામાં આવ્યો છે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.