
કોરોનાના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ – મંત્રી મનસુખ માંડવિયા આવતી કાલે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે બેઠક કરશે
- કોરોનાને લઈને કેન્દ્ર બન્યું એલર્ટ
- આવતી કાલે શુક્રવારે સ્વાસ્થઅયમંત્રી બેઠક યોજશે
દિલ્હીઃ- દેશમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં કોરોનાના નવા નોંધાતા કેસની સંખ્યા હવે 5 હજારને પાર પહોચી છે છેલ્લા 24 કલાકમાં 5 હજારથી પણ વધુ નવા કેસો નોંધાયા છએ ત્યારે હવે કોરોનાના વધતા કેસોએ કેન્દ્રની ચિંતા વધારી છે વધતા જતા કોરોનાના કહેરને લઈને આવતીકાલે શુક્રવારે 7 એપ્રિલના રોજડ એક ખાસ બેઠક યોજવામાં આવશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આવતી કાલે બેઠક બોલાવી છે.આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે એટલે કે શુક્રવારે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે.
જાણકારી પ્રમાણે આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. બેઠકમાં વિવિધ રાજ્યોમાં કોરોનાને લઈને સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 5,335 નવા કેસ નોંધાયા છે. કોરોના એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે. જેને લઈને કેન્દ્રની સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે, કર્ણાટક, દિલ્હી ગુજરાત અને મહારાષ્ટ્ર તથા કેરળ એવા રાજ્યો છે જ્યાં ઝડપીગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે જેને લઈને આ બેઠક માં આ અંગે સમિક્ષા કરવામાં આવી શકે છે.