
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન મહામહિમ નફતાલી બેનેટ વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઈ
- પીએમ મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન સાથે કરી વાત
- મોડી રાતે ફોન પર કરી ચર્ચા
- અનેક મહત્વના મુદ્દા પર કામ કરશે ઈઝરાયલ અને ભારત
દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના વડાપ્રધાન મહામહિમ નફતાલી બેનેટ સાથે ફોન પર વાત કરી. બેનેટે આ વર્ષની શરૂઆતમાં ઇઝરાયલના વડાપ્રધાન તરીકે પદ સંભાળ્યું જેના સંદર્ભમાં વડાપ્રધાનએ મહામહિમ બેનેટને ફરી એકવાર અભિનંદન પાઠવ્યા.
નેતાઓએ તાજેતરના વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો. વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત કૃષિ, પાણી, સંરક્ષણ અને સુરક્ષા અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ઇઝરાયેલ સાથેના મજબૂત સહયોગને ખૂબ મૂલ્ય આપે છે.
બંને નેતાઓ સહકારને વધુ વિસ્તૃત કરવાની સંભાવના પર સહમત થયા, ખાસ કરીને ઉચ્ચ તકનીક અને નવીનતાના ક્ષેત્રોમાં. તેઓએ આ સંદર્ભમાં લઈ શકાય તેવા નક્કર પગલાઓની ચર્ચા કરી અને નક્કી કર્યું કે બંને વિદેશ મંત્રાલયો ભારત-ઈઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ સમૃદ્ધ બનાવવા માટે રોડમેપ તૈયાર કરવા પર કામ કરશે.
વડાપ્રધાનએ આગામી વર્ષે ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠને યાદ કરીને મહામહિમ બેનેટને ફરી એકવાર આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાનએ મહામહિમ બેનેટને તથા ઈઝરાયેલના લોકોને આગામી યહૂદી તહેવાર રોશ હાશનાહ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.