
યુકેની સ્ટડીમાં દાવો- કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચુકેલાને સંક્રમિત થવાની સંભાવના 3 ગણી ઓછી
- બ્રિટેનના અભ્યાસમાં કરવામાં આવ્યો દાવો
- બંને ડોઝ લઇ ચુકેલાને સંક્રમિત થવાની સંભાવના ઓછી
- 12 જુલાઈથી કોરોનાના કેસમાં ઘટાડો
દિલ્હી:દેશમાં કોરોનાનો રોગચાળો કાબૂમાં આવી રહ્યો છે.પરંતુ કોરોનાની સંભવિત ત્રીજા વેવ પહેલા મોટાભાગના લોકોનું રસીકરણ થાય એવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
યુકેના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે તેમને કોરોના થવાની સંભાવના 3 ગણી ઓછી છે. કોરોના પર યુકેના સૌથી મોટા અભ્યાસોમાંનો એક રીઅલ-ટાઇમ એસેસમેન્ટ ઓફ કોમ્યુનિટી ટ્રાન્સમિશન (REACT-1) અભ્યાસ, બુધવારે અહેવાલ આપ્યો છે કે, ઇંગ્લેન્ડમાં સંક્રમણ 0.15 ટકાથી ચાર ગણો વધીને 0.63 ટકા થયો છે. જો કે, 12 જુલાઈથી કેસોમાં ઘટાડો થયો છે.
ઇમ્પિરિયલ કોલેજ લંડન અને ઇપ્સોસ મોરીના વિશ્લેષણમાં 24 જૂનથી 12 જુલાઈ વચ્ચે ઇંગ્લેન્ડના અભ્યાસમાં ભાગ લેનાર 98,000 થી વધુ સ્વયંસેવકોએ સૂચવ્યું કે,રસીના બંને ડોઝ લઇ ચુકેલા લોકોથી અન્યમાં સંક્રમણ ફેલાવાની સંભાવના ઓછી છે.
યુકેના આરોગ્ય સચિવ સાજિદ જાવિદે કહ્યું કે: “અમારું રસીકરણ રોલઆઉટ સંરક્ષણની દિવાલ બનાવી રહ્યું છે, જેનો અર્થ છે કે આપણે કાળજીપૂર્વક પ્રતિબંધો હળવા કરી શકીએ છીએ અને આપણી મનપસંદ વસ્તુઓ પર પાછા જઈ શકીએ છીએ, પરંતુ આપણે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આપણે આ વાયરસ સાથે જીવવાનું શીખી રહ્યા છીએ..”