1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું, કાચા માલની અછતને લીધે રત્ન કલાકારોને પુરતું કામ મળતું નથી,
સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું, કાચા માલની અછતને લીધે રત્ન કલાકારોને પુરતું કામ મળતું નથી,

સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું, કાચા માલની અછતને લીધે રત્ન કલાકારોને પુરતું કામ મળતું નથી,

0
Social Share

સુરતઃ શહેરમાં હજારો લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં ફરી મંદીની મોકાણ શરૂ થઈ છે. કાચા માલની અછત તેમજ તૈયાર પોલીશ્ડ હીરાની માગમાં પણ ઘટાડો થતાં ઘણાબધા કારખાનેદારો મુશ્કેલીનો સામને કરી રહ્યા છે. રત્નકાલકારોને પુરતુ કામ પણ મળતું નથી. ઉપરાંત હીરા બજારમાં રૂપિયાની પણ ક્રાઈસિસ જોવા મળી રહી છે. આમ અંતે હીરાઘસુ કારીગરોને ભોગવવાનો વારો આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રશિયન રફની સપ્લાયમાં મોટો ઘટાડો નોંધાતા સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે લાખો રત્ન કલાકારોને પૂરતું કામ ન મળવાના કારણે મુશ્કેલી ઊભી થઈ છે. એટલું જ નહીં પરંતુ નાના હીરા ઉદ્યોગકારોમાં હાલ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. શહેરના લેબર વર્ક્સ સાથે સંકડાયેલા નાના ઉદ્યોગકારોની હાલત કફોડી વધુ બની છે. જ્યાં લેબર વર્કસ સાથે સંકળાયેલા નાના હીરા વેપારીઓને કામ ન મળતા કામના કલાકો પણ ઘટાડી દેવામાં આવ્યા છે. જોકે રત્ન કલાકારોને દિવાળી સુધી કામ મળી રહે તે માટેના પ્રયત્નો હીરા ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતના નાના હીરા ઉદ્યોગકારોમાં છેલ્લા ઘણા દિવસોથી હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. લેબર વર્કસથી કામ લેતા નાના વેપારીઓ હાલ ચિંતામાં મુકાયા છે. કારણ કે, છેલ્લા દોઢ વર્ષથી ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જેની નેગેટિવ અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. દેશમાં કટ એન્ડ પોલીશડનું 33 ટકા એક્સપોર્ટ અમેરિકામાં થાય છે. જ્યારે 31થી 32 ટકા જેટલું એક્સપોર્ટ ચાઇનામાં થાય છે. આ બંને દેશોમાં હાલ ફુગાવાના પગલે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જેના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ ખૂબ જ ઓછી છે. ઉપરાંત હાલ રશિયન રફ સપ્લાયમાં ખૂબ જ મોટો ઘટાડો થતાં નાના ઉદ્યોગકારો દ્વારા અન્ય ઉદ્યોગકારોને લેબર વર્ક આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. પોતાના રત્ન કલાકારોને સાચવવા નાણા ઉધાર લેવાની ઉદ્યોગકારોને ફરજ પડી રહી છે. પહેલા 29 ટકા રશિયન રફનો જથ્થો આવી રહ્યો હતો. જે ઘટીને માત્ર બેથી ત્રણ ટકા જેટલો રહી ગયો છે.(FILE PHOTO)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code