અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભાભર ખાતે શ્રી ક્રિષ્ના ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂશનમાં “આઘ્યત્મ્ સે આરોગ્ય કી ઓર” વિષય પર યુવા શિબિર યોજાઈ હતી. આ યુવા શિબિરનાં વક્તા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા તથા સરતાનભાઇ આર દેસાઈ હતા. અતિથિ વિશેષ તરીકે પૂજ્ય અશ્વિંગીરી બાપુ, જયરામદાસ બાપુ, અર્જનભાઈ કાનખડ, હાર્દિકભાઇ શાસ્ત્રી, વીણભાઈ શાસ્ત્રી, નારણભાઈ, બચાભાઈ આહીર વગેરે હાજર રહ્યા હતા.
યુવા શિબિરનાં વક્તા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ આરોગ્ય વિશે ખૂબ જ રસપ્રદ કરી હતી. જેમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ સંતુલનનું નામ એટલે યોગ, યોગ એટલે અતિઓ ને જાકારો આપે એ, શેરી વળાવી સજ્જ કરીએ તો રામ આવે અને શેરીમા કચરો ઠાલવો તો રોગ આવે, સમાધિસ્થ થયેલો જીવ એ શિવની લગોલગ છે, ચિંતા છોડો અને ચિંતન કરો ભગવાનનું, એનાથી તમારૂં સ્ટ્રેસ લેવલ ઘટશે, આવા ઘણા બધા સૂત્રો થકી તેમણે તમામને આરોગ્ય અને સ્વચ્છતા વિશે સમજાવ્યું હતું.
સ્વચ્છતા ઉપર ભાર મુકતા પૂજ્ય ભાઈશ્રી એ કહ્યું હતું કે, ક્લીન ઇંડિયા મૂવમેન્ટએ આંદોલન છે, જેના મારફતે આપણી આદત બનીજાય અને આપણી આજુબાજુ સ્વચ્છતા રહે અને કોઈપણ પ્રકારના રોગ નાં ફેલાય તેના વિશે લોકોને જાગૃત કર્યા હતા. આજ કાલ લોકોમાં દિવસને દિવસે ટેન્શન વધતું જાય છે તો એ વાત પર ધ્યાન આપતા પૂજ્ય ભાઈ શ્રી એ “ચિંતા છોડો અને ચિંતન કરો ભગવાનનું, એનાથી તમારૂં સ્ટ્રેસ લેવલ ઘટશે.” આમ ભગવાનની ચિંતન કરવાનું કહ્યું હતું અને ભગવાન નું ચિંતન કરવાથી તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થશે.
સંસ્થાના વડા સરતાનભાઇ. આર. દેસાઈએ એવું કહ્યું હતું કે, સંસ્થાનનું નામ ભગવાન નાં નામ પરથી છે, વારંવાર એમની એમ પણ ભગવાનનું નામ લેવાતું રહે. યુવા શિબીર અનુરૂપ સારા ઉપયોગી શબ્દોથી બધાને કહ્યા હતા અને આજની યુવા શિબિર પ્રેરણાદાયી અને પ્રેરક હતી. યુવા શિબિરમાં હજાર થી વધારે લોકો એ હાજરી આપી હતી. યુવા શિબિરથી તમામ વિદ્યાર્થીઓ, વાલીગણ તથા પધારેલ મહેમાનોએ ખુબજ જ્ઞાન મેળવ્યું હતું. યુવા શિબિરનાં લીધે લોકોમાં આરોગ્યની બાબતમાં જાગૃતતા આવી હતી.