1. Home
  2. ગુજરાતી
  3. પંજાબમાં ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ ‘આપ’ને જીતવાની આશા – દિલ્હી કાર્યલયને ફૂલોથી શણણારવામાં આવ્યું
પંજાબમાં ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ ‘આપ’ને જીતવાની આશા – દિલ્હી કાર્યલયને ફૂલોથી શણણારવામાં આવ્યું

પંજાબમાં ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ ‘આપ’ને જીતવાની આશા – દિલ્હી કાર્યલયને ફૂલોથી શણણારવામાં આવ્યું

0
Social Share
  • આજે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ
  • પંજાબમાં આપ પાર્ટીને જીતવાની આશા
  • પરિણામ પહેલા જ કાર્યલય સજાવ્યું

ચંદિગઢઃ- આજે 10 માર્ચના રોજ વિધાનસભાની યોજાયેલી 5 રાજ્યોની ચૂંટણીના પિરાણામો જાહેર થવાના છે, આજ દરેક પાર્ટીનો ફેસલો આવશે આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશમાં જ્યા બીજેપીને જીતવાની આશાો સેવાઈ રહી છે ત્યા પંજાબમાં આપ પાર્ટીે વિશ્વાસ જતાવ્યો છે કે પોતાની પાર્ટીની જીત થશે

કારણ કે પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મુખ્યાલયને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબના પરિણામો બાદ આપ મુખ્યાલયને ઉજવણી માટે સજાવવામાં આવી રહ્યું છે. પંજાબમાં પાર્ટીને મોટી જીતની આશા છે.આ સાથે જ પંજાબમાં એક્ઝિટ પોલની જો વાત કરીએ તો તેમાં પણ આપને જીતવાની આશઆ દર્શાવી છે.

પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા ઘણા એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી હતી. એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સતત બીજી વખત સરકાર બનાવવામાં નિષ્ફળ રહેવાની આગાહી કરવામાં આવી છે. 7 માર્ચના એક્ઝિટ પોલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારની રચના દર્શાવવામાં આવી હતી.  

ઉલ્લેખનીય છે કે પંજાબ રાજ્યમાં  20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું જેમાં 71.95 ટકા મતદાન નોંધાયું હતું. જે છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં સૌથી નીચું હતું. 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 77.40 ટકા મતદાન નોંધાયું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code