1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા આમિર ખાને તેની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચડ્ડા’નો નવા લૂકમાં વીડિયો કર્યો શેર, ફિલ્મ ‘લગાન’ના 20 વર્ષ પુરા થતા ચાહકોનો માન્યો આભાર
અભિનેતા આમિર ખાને  તેની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચડ્ડા’નો નવા લૂકમાં વીડિયો કર્યો શેર, ફિલ્મ ‘લગાન’ના 20 વર્ષ પુરા થતા ચાહકોનો માન્યો આભાર

અભિનેતા આમિર ખાને તેની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચડ્ડા’નો નવા લૂકમાં વીડિયો કર્યો શેર, ફિલ્મ ‘લગાન’ના 20 વર્ષ પુરા થતા ચાહકોનો માન્યો આભાર

0
Social Share
  • નોઆમિરખાનનો લાલ સિંહ ચડ્ડાનો નવો લૂક વાયરલ
  • લગાન ફિલ્મને થયા 20 વર્ષ પુરા
  • આમિર ખાને ચાહકોનો પણ આભાર માન્યો

દેશભરમાં કોરોનાના કારણે અનેક પાબંધિઓ લગાવવામાં આવી હતી ,જેની ખાસ અસર મનોરંજન જગત પર પડેલી જોવા મળી હતી, ત્યારે લોકડાઉન અનલોક થતા ફિલ્મોનું શૂટિંગ ફરી શરૂ થઈ ચૂક્યું  છે. આવી સ્થિતિમાં આમિર ખાન તેની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ના શૂટિંગમાં પરત ફર્યો છે. 15 જૂન, મંગળવારે ફિલ્મ ‘લગાન’ ના રિલીઝ થવાને વીસ વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે અભિનેતા આમિરે પોતાના ચાહકોનો આભાર માનવા માટે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે આર્મી ઓફિસરના ગણવેશમાં જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,અભિનેતાએ આ વર્ષે જાન્યુઆરીમાં બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરી દીધા હતા. હવે આમિર તેની પ્રોડક્શન કંપની આમિર ખાન પ્રોડક્શન્સના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા જ સોશિયલ મીડિયા પર એક્ટિવજોવા મળે છે.

ત્યારે હવે આમિર ખાનના આ એકાઉન્ટમાંથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે ફિલ્મ ‘લગાન’ માટે દરેકનો આભાર માન્યો હતો. આ વીડિયોમાં આમિર કહે છે, ‘આજે લગાનના 20 વર્ષ પૂરા થયા છે. તે આપણા બધા માટે ખુશીનો દિવસ છે. લગાન એવી એક ફિલ્મ હતી જેણે આપણા બધા પાસેથી ખૂબ લગાન વસુલ કર્યું, આ ફિલ્મ ઘણઈ મુશ્કેલ હતી બનાવવી, આ માટે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો,આ ફિલ્મે આપણા પાસેથી ખૂબ મહેનત વસુલ કરી પરંતુ સામે એટલું આપણાને આપ્યું પણ

આમિરે વધુમાં કહ્યું કે, ‘હું આ યાત્રામાં મારી સાથે રહેલા બધા લોકોનો આભાર માનું છું. સૌ પ્રથમ, આશુતોષ ગોવારીકર અને સંપૂર્ણ કાસ્ટ અને ક્રૂ નો. અમારા ડિસ્ટ્રીબ્યૂટરનો, અમારા એક્ઝિબિટર્સનો,  ખાસ હું મારા પ્રેક્ષકોને આભાર માનવા માંગુ છું, જેમણે આપણી ફિલ્મને આટલો પ્રેમ આપ્યો, ખૂબ માન આપ્યો. આમિર કહે છે, ‘આજે શૂટિંગ ચાલી રહ્યું છે અને જ્યારે હું પેક-અપ કરી ઘરે જઇશ ત્યારે ઓનલાઇન લગાનની આખી ટીમ એક બીજાને મળશે.’

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code