
‘AAP’ના સાંસદ સંજ્ય સિહને દિલ્હી હાઈકોર્ટમાંથી ના મળી રાહત, ધરપકડ સામેની અરજી ફગાવાઈ
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિહને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કથિત દારુ કૌભાંડમાં સંજ્ય સિંહે ધરપકડ અને રિમાન્ડની સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી હાઈકોર્ટે ફગાવી હતી.
કથિત દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ સંજય સિંહની ધરપકડ કરીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યાં હતા. સંજ્યસિંહની ધરપકડને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં રોષ ફેલાયો હતો અને રસ્તા ઉપર ઉતરીને દેખાવો કર્યો હતો. બીજી તરફ ઈડીએ તેમને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. તેમજ પૂછપરછ આરંભી હતી. કોર્ટના રિમાન્ડ મંજુર થતા જેલમાં મોકલી આપ્યા હતા. દરમિયાન સંજ્ય સિંહએ ધરપકડ અને રિમાન્ડની સામે કોર્ટમાં અરજી કરી હતી.
તપાસનીશ એજન્સી ઈડીએ આક્ષેપ કર્યો છે કે, પૂર્ણ થયેલી દિલ્હી દારૂ નીતિને તૈયાર કરીને લાગુ કરવામાં સંજ્ય સિંહની મહત્વની ભૂમિકા રહેલી છે. તેમનો ઉદ્દેશ કથિત રીતે કેટલાક દારૂ નિર્માતા અને દારૂના વેપારીઓને લાભ પહોંચાડવાનો હતો. રાજ્યસભાના સાંસદ સંજય સિંહને તેમના નિવાસ સ્થાને કેન્દ્રીય એજન્સીએ તપાસ બાદ 4 ઓક્ટોબરના રોજ પકડ્યા હતા. 5 ઓક્ટોબરના રોજ તેમને 10મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે રિમાન્ડ વધારીને 13મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર રાખ્યા હતા.
સંજ્ય સિંહની ધરપકડ કરાયા બાદ ઈડીએ તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ઈડીએ સમગ્ર મામલે સંજ્ય સિંહના પરિચીત વિવેક ત્યાગી અને સર્વેશ મિશ્રાને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેમજ બંનેની ઈડીએ પૂછપરછ કરી છે. જેમાં કેસને લઈને કેટલાક મહત્વના પુરાવા મળ્યાનું પણ જાણવા મળે છે.