Homeગુજરાતીઅમદાવાદમાં એસિડ એટેકની ઘટના, મહિલા ગંભીર રીતે દાઝી

અમદાવાદમાં એસિડ એટેકની ઘટના, મહિલા ગંભીર રીતે દાઝી

અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન શહેરના ઘાટલોડિય વિસ્તારમાં એસિડ એટેકની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. એક તરફી પ્રેમમાં પાગલ યુવાને મહિલા ઉપર એસિડ છાંટ્યું હતું. ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી મહિલા પતિથી અલગ રહે છે અને લોકોના ઘરે કામ કરીને પોતાનું તથા સંતાનોનું ગુજરાન ચલાવે છે. મહિલા લખુડી તળાવ વિસ્તારમાં એક મકાનમાં કેર ટેકર તરીકે કામ કરતી હતી ત્યારે શિવા નામના યુવાનના સંપર્કમાં આવી હતી. મહિલા શિવા નાયકની રિક્ષામાં ઘરે જતી હતી. દરમિયાન શિવા નાયક તેની ઉપર મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો. જેથી કંટાળીને મહિલાએ તેની સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો. જો કે, શિવા તેને પરેશાન કરતો હતો.

દરમિયાન મહિલા નારણપુરા ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપરથી પસાર થતી હતી ત્યારે શિવાએ તેને અટકાવી હતી. પરંતુ મહિલાએ તેની સાથે વાત કરવાનું ટાળ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા શિવાએ પોતાની પાસે રહેલી એસિડની બોટલ ખોલીને મહિલા ઉપર એસિડ છાટ્યું હતું. ત્યાર બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

એસિડ એટેકથી ગંભીર રીતે દાઝેલી મહિલાએ મદદ માટે બુમાબુમ કરતા લોકો એકત્ર થઈ ગયા હતા. તેમજ પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img