1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય કુમાર અપકમિંગ ફિલ્મ ‘રક્ષાબંઘન’ના શૂટિંગમાં વ્યસ્તઃ ચાંદનીચોકમાં દોડતા નજરે પડ્યા
અક્ષય કુમાર અપકમિંગ ફિલ્મ ‘રક્ષાબંઘન’ના શૂટિંગમાં વ્યસ્તઃ ચાંદનીચોકમાં દોડતા નજરે પડ્યા

અક્ષય કુમાર અપકમિંગ ફિલ્મ ‘રક્ષાબંઘન’ના શૂટિંગમાં વ્યસ્તઃ ચાંદનીચોકમાં દોડતા નજરે પડ્યા

0
Social Share
  • અક્ષય કુમાર રક્ષાબંધન ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત
  • દિલ્હીના ચાંદની ચોકમાં શૂટિંગ કરતા નજરે પડ્યા

મુંબઈઃ- બોલિવૂડના સુરપર સ્ટાર અક્ષય કુમાર તેમની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.તાજેતરમાં તેમની ફિલ્મ ‘બેલબોટમ’ રિલીઝ થઈ જેને સારો એનો પ્રતિસાદ મળ્યો હતો, ત્યારે હવે તેઓ અપકમિંગ ફિલ્મમાં વ્યસ્ત છે,ખેલાડિ અભિનેતા અક્ષય હવે ‘રક્ષાબંધન’ ફિલ્મમાં જોવા મળનાર છે.

 

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષય કુમાર સાથે ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ જોવા મળશે. અક્ષય ફિલ્મના શૂટિંગ માટે હાલ દિલ્હી પહોંચ્યા છે અને ત્યાં તેણે શૂટિંગ પણ શરૂ કરી દીઘું છે. અક્ષયે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે ચાંદની ચોકમાં દોડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરતા અક્ષયે લખ્યું, ‘ચાંદની ચોકમાં આજે રક્ષાબંધનની દોડ એ ઘણી જૂની યાદોને તાજી કરી કારણ કે તે મારું જન્મસ્થળ છે. લોકોની વાતો સાંભળવી ક્યારેય જૂની નથી હોતી.

આ વીડિયોમાં જોવા મળે છે કે અક્ષય ચાંદની ચોકની બજારમાં દોડતો જોવા મળી રહ્યો છે. તેના આ વિડીયો પર ચાહકો  પ્રેમ વરસાવી રહ્યા છે. ફિલ્મ વિશે વાત કરીએ તો અક્ષય કુમારની આ ફિલ્મ ભાઈ -બહેનના સંબંધો વિશે હશે, આ ફિલ્મનું નામ ‘રક્ષા બંધન’ છે. આ ફિલ્મ આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે જેમણે અગાઉ અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ સાથે ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ કર્યું છે.

‘રક્ષા બંધન’ની જાહેરાત અક્ષય કુમારે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટર શેર કરીને કરી હતી, જેમાં અક્ષય કુમાર બહેનોને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટર પર ફિલ્મના નામ સિવાય લખ્યું છે કે ‘બસ બહેનો 100 ટકા વળતર આપે છે’. સeહજમિન કૌર, દીપિકા ખન્ના, સાદિયા ખતીબ અને સ્મૃતિ શ્રીકાંત ફિલ્મમાં અક્ષય કુમારની બહેનોની ભૂમિકા ભજવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code