1. Home
  2. ગુજરાતી
  3. એક્ટર અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘થેંક ગોડ’નો નવો લૂક થયો વાયરલ
એક્ટર અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘થેંક ગોડ’નો નવો લૂક થયો વાયરલ

એક્ટર અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘થેંક ગોડ’નો નવો લૂક થયો વાયરલ

0
Social Share
  • અજય દેવગનની અપકમિંગ ફિલ્મની તૈયારીઓ શરુ
  • થેંક ગોડ ફિલ્મનો નવો લૂક આવ્યો સામે

 

મુંબઈઃબોલિવૂડ એક્ટર અજય દેવગન હરહંમેશ તેના એક લૂકમાં જ જોવા મળે છે, અને જ્યારે તે કોઈ ફિલ્મ માટે લૂક ચેન્જ કરે છે તો તે ચર્ચાનો વિષ્ય બની જોય છે,ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં અજયનો નવો લૂર શેર કરવામાં આવ્યો છે. અજયે ફરી એક એવું કંઇક કર્યું છે, જેને જોયા બાદ તેના ચાહકો તેની ખૂબ પ્રશંસા કરતા થાકી રહ્યા નથી  ,આ સાથે જ અજયનો આ નવો લૂક સોશિયલ મીડિયા ઘૂમ મચાવી રહ્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે તેની અપકમિંગ ફિલ્મ થએંકગોડ માટે તેમણે આ લુક અપનાવ્યો છે.

સેલિબ્રિટી હેરસ્ટાઇલલિસ્ટ આલીમ હકીમે પોતાના ઇન્સ્ટાગ્રામ પર અજયની એક ફોટો શેર કર્યો છે. આ ફોટોને શેર કરતાં હકિમે કેપ્શનમાં લખ્યું કે, ‘ડેડલી અજય દેવગનનો ડેડલી લૂક છે’

ફોટોમાં અજય દેવગન સફેદ ટ્રીમ દાઢી અને પરફેક્ટ સેટ હેરકટ માં જોવા મળી રહ્યો છે. ફોટોમાં અજય ખૂબ જ કૂલ અને અનોખો દેખાઈ રહ્યો છે. અજય આ લુકમાં સ્માર્ટ અને પરફેક્ટ લાગી રહ્યો છે. આ લુકથી અજયે તેના ચાહકોમાં ઉત્સાહ ફેલાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઇન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘થેંક ગોડ’ શોફ્ટ કોમેડી ફિલ્મ છે. જેમાં અજય દેવગન ભગવાનની ભૂમિકા નિભાવી રહ્યા છે. તે જ સમયે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ એક કપલ તરીકે આ ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મનું શૂટિંગ મુંબઈના મહેબૂબ સ્ટુડિયોમાં હાલમાં થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનો સેટ સ્વર્ગ જેવો ડેકોરેટ કરવામાં આવ્યો છે. ભૂષણ કુમાર અને યશ શાહ આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ પહેલા ઇન્દ્ર કુમારે અજય દેવગન સાથે ‘ઇશ્ક’, ‘મસ્તી’ અને ‘ટોટલ ધમાલ’ જેવી હિટ ફિલ્મો આપી છે. ત્યારે અજયની આ ફિલ્મને લઈને પણ ઘણી આશાઓ સેવાઈ રહી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code