1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા અનુપમ ખેર એ પીએમ મોદી સાથે કરી મુલાકાત – એક્ટરે પોતાની માતા તરફથી મોદીજીની રક્ષા માટે આપી ખાસ ભેંટ
અભિનેતા અનુપમ ખેર એ પીએમ મોદી સાથે કરી મુલાકાત – એક્ટરે પોતાની માતા તરફથી મોદીજીની રક્ષા માટે આપી ખાસ ભેંટ

અભિનેતા અનુપમ ખેર એ પીએમ મોદી સાથે કરી મુલાકાત – એક્ટરે પોતાની માતા તરફથી મોદીજીની રક્ષા માટે આપી ખાસ ભેંટ

0
Social Share
  • પીએમ મોદીને મળ્યા અભિનેતા અનુપમ ખેર
  • પીએમ મોદીએ એક્ટરની માતા વિશે લખી ખાસ નોટ

મુંબઈઃ- બોલિવૂડ એક્ટર અનુપમ ખેર તેમની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની સફળતાને લઈને ઘણા સમયથી હેડલાઈન્સમાં રહેતા જોવા મળી રહ્યા  છે. એક્ટર્સ સોશિયલ મીડિયા પરપણ  ખૂબ જ એક્ટિવ રહે છે. તે ચાહકોને તેની અંગત અને વ્યવસાયિક જીવન વિશે જાણ કરતા રહેતા હોય છે,ત્યારે હવે અનુપમે ખેર તાજેતરમાં પીએમ મોદીને મળ્યા હતા અને તેમને એક ખાસ ભેટ પણ આપી હતી.

https://www.instagram.com/anupampkher/?utm_source=ig_embed&ig_rid=03edcfdb-2efb-414c-8917-74b5623a16aa

અભિનેતાએ પીએમ મોદી સાથેની આ ખાસ મુલાકાતના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં અનુપમ પીએમ મોદીને મળીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. પીએમ મોદીને મળ્યા બાદ અભિનેતાએ તેમને રૂદ્રાક્ષની માળા ભેટમાં આપી હતી. આ માળા અભિનેતાની માતા દુલારી ખેરે પીએમ મોદી માટે મોકલી હતી. તેમણે આ માળા પીએમ મોદીની સુરક્ષા માટે મોકલી છે.

ઉલ્લેખનીય છે કે અભિનેતાએ પીએમ મોદી સાથે બે ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તે અને પીએમ મોદી કેમેરા માટે પોઝ આપતા જોવા મળે છે અને બીજા ફોટોમાં અનુપમ ખેર તેમની માતા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને આપેલી ભેટ આપતા જોવા મળે છે. 

ફોટો શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, ‘આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. આજે તમને મળીને મન અને આત્મા બંને પ્રસન્ન થયા. તમે દેશ અને દેશવાસીઓ માટે જે કામ અને પરિશ્રમ કરી રહ્યા છો અને જે આદર સાથે તમે તમારી રક્ષા માટે મારી માતા દ્વારા મોકલેલી રુદ્રાક્ષની માળા સ્વીકારી હતી તેના માટે તમને ધન્યવાદ કહેવાનો અવસર મળ્યો તે હું અને દુલારીજી હંમેશા યાદ રાખીશું પ્રભુ હંમેશા તમારા પર તેમના આશીર્વાદ રાખે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code