1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા અર્જૂન કપુરે વસાવ્યું 20 કરોડની કિંમતનું નવું સ્કાયવિલાઃ- રિયલ લાઈફમાં ઈશ્કઝાદેની લાઈફ જીવે છે એક્ટર
અભિનેતા અર્જૂન કપુરે વસાવ્યું 20 કરોડની કિંમતનું નવું સ્કાયવિલાઃ- રિયલ લાઈફમાં ઈશ્કઝાદેની લાઈફ જીવે છે એક્ટર

અભિનેતા અર્જૂન કપુરે વસાવ્યું 20 કરોડની કિંમતનું નવું સ્કાયવિલાઃ- રિયલ લાઈફમાં ઈશ્કઝાદેની લાઈફ જીવે છે એક્ટર

0
Social Share
  • અર્જૂન કપુરે ખરીદ્યું નવું ઘર
  • રિયલ લાઈફમાં જીવે છે ઈશ્કજાદેની લાઈફ

મુંબઈઃ-ફિલ્મ ‘ઇશ્કઝાદે’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અર્જુન કપૂર વાસ્તવિક જીવનમાં કોઈ ઇશ્કઝાદેથી કમ જોવા મળતો નથી. તેણે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે. અર્જુન કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યોને નવ વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે. તેણે પોતાની ટૂંકી કારકિર્દીમાં ઘણી  સુપર હિટ ફિલ્મો આપીને દર્શકોના દિલ જીત્યા  છે.

અર્જુન કપૂર મલાઈકા અરોરા સાથેના સંબંધોને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં  રહેતા એક્ટર છે. સોશ્યલ મીડિયા પર, બંને એકબીજાની પોસ્ટ પર ટિપ્પણી કરતા જોવા મળે  છે. આ સિવાય વેકેશન અને રજાઓ પણ બન્ને સાથે માણતા ઘણી વખત કેમેરામાં કેદ થયા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો સંબંધ હવે કોઈથી છુપાયો નથી.

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર ઘણી વખત ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. હવે અર્જુન મલાઈકાના પાડોશી બની ગયો છે. અર્જુને નવું મકાન ખરીદ્યું છે. અભિનેતાઓ આ મામલે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.કારણ કે આ મકાન અર્જૂને તેની પ્રિયતમાના ઘરની બાજુમાં ખરીદ્યું છે.જેથી લોકોને વાત કરવાનો વધુ એક મોકો મળી ગયો છે.

વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ અર્જુન કપૂરે મુંબઇના બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં એક લક્ઝુરિયસ સ્કાય વિલા લીધો છે. અર્જુનનું આ નવું ઘર હવે બાંદ્રામાં છે. એ બિલ્ડિંગ જેમાં અભિનેતા ઘરે ગયો છે તે 25 માળનું છે, જેમાં 81 સ્કાય વિલા છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન અર્જુને કહ્યું કે તે હંમેશા સંબંધોમાં એક વર્તુળ જાળવી રાખે છે. તમારા જીવનસાથીને સંપૂર્ણ માન આપો. ઉપરાંત, તમારા અંગત જીવન વિશે વધુ વાત ન કરો, કારણ કે દરેકનું પોતાનું જીવન હોય છે. દરેકનો પોતાનો ભૂતકાળ હોય છે.

અર્જુન પહેલા સોનાક્ષી સિંહા અને મલાઈકાએ આ સ્થળે ઘર લીઘુ છે, અર્જુને જે મકાન ખરીદ્યું તે મકાન 81 ઓરિએટ નામના બિલ્ડિંગ પ્રોજેક્ટનો ભાગ છે. અહીંથી મુંબઈનો સુંદર નજારો જોવા મળે છે. તેમાં મિનિ ગોલ્ફ ક્ષેત્ર પણ છે. અભિનેતાના ઘરની કિંમત આશરે 20 કરોડ રૂપિયા આકવામાં આવી રહી છે.’

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code