1. Home
  2. ગુજરાતી
  3. હોલિવૂડના પ્રખ્યાત MGM સ્ટૂડિયોના માલિકી હવે એમેઝોનની થશે, રૂ.60,000 કરોડમાં થયો સોદો
હોલિવૂડના પ્રખ્યાત MGM સ્ટૂડિયોના માલિકી હવે એમેઝોનની થશે, રૂ.60,000 કરોડમાં થયો સોદો

હોલિવૂડના પ્રખ્યાત MGM સ્ટૂડિયોના માલિકી હવે એમેઝોનની થશે, રૂ.60,000 કરોડમાં થયો સોદો

0
Social Share
  • હોલિવૂડનો પ્રખ્યાત MGM સ્ટૂડિયો હવે વેચાયો
  • એમેઝોને રૂ.60,000 કરોડમાં આ સ્ટૂડિયો ખરીદ્યો
  • નિયમનકારી સંસ્થાઓની મહોર બાદ જ આ સોદો અમલમાં આવશે

નવી દિલ્હી: માર્કસ લો અને લુઇસ બી મેયર દ્વારા વર્ષ 1924માં સ્થાપિત MGM સ્ટુડિયોની માલિકી હવે એમેઝોનની થઇ જશે. વિશ્વની બે મોટી મનોરંજન કંપનીઓ વચ્ચે આ સોદાની પુષ્ટિ થઇ ગઇ છે. આ સોદો 8.45 અબજ ડોલર (અંદાજે રૂ. 60,000 કરોડ) માં થયો હોવાનું કહેવાય છે. નિયમનકારી સંસ્થાઓની મહોર બાદ જ આ સોદો અમલમાં આવશે.

આપને જણાવી દઇએ કે, મહિનાઓ અને સપ્તાહો સુધી ચાલેલી અટકળો બાદ હવે સ્પષ્ટ થઇ ગયું છે કે, એમેઝોન કંપની આ ગૌરવપૂર્ણ પરંપરા ધરાવતા હોલિવૂડ સ્ટૂડિયો MGMને પોણા નવ અબજ ડોલરમાં ખરીદવા જઇ રહી છે.

મૂવીઝ, વેબ સીરિઝ અને સીધા OTT  પ્લેટફોર્મ પર અન્ય સામગ્રીનું વિતરણ કરવાના આ યુગમાં પણ, મનોરંજન ક્ષેત્રે જગતની બે મોટી કંપનીઓનું આ પ્રકારનું મર્જર પ્રથમ કહી શકાય.

એમેઝોન-નેટફ્લિકસ વચ્ચે સ્પર્ધા

OTT પ્લેટફોર્મ પર હાલમાં નેટફ્લિક્સનો દબદબો યથાવત્ છે ત્યારે હવે તેને પાછળ છોડવા માટે એમેઝોને પણ કમર કસી છે. એમેઝોનની વ્યૂહરચના HBO, એપલ તેમજ દેશ-વિદેશના અન્ય OTT પ્લેટફોર્મ પરની ચેનલો કરતાં ગ્રાહકોની રીતે છવાઇ જવાનો છે.

નોંધનીય છે કે, અનેક દાયકાઓથી જેમ્સ બોન્ડ્સના મૂવિઝના નિર્માણનું ઉતરદાયિત્વ MGM સ્ટૂડિયો જ સંભાળે છે અને તેના બાળકોવાળા લોગો ત્યારથી યાદ કરાય છે જ્યારે તે બાળપણમાં ટોમ અને જેરીને જુએ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code