1. Home
  2. ગુજરાતી
  3. હરિફાઈ ભર્યા જીવનમાં ખુશ રહેવા અપનાવો આ પદ્ધતિ, તણાવમાંથી મળશે છુટકારો
હરિફાઈ ભર્યા જીવનમાં ખુશ રહેવા અપનાવો આ પદ્ધતિ, તણાવમાંથી મળશે છુટકારો

હરિફાઈ ભર્યા જીવનમાં ખુશ રહેવા અપનાવો આ પદ્ધતિ, તણાવમાંથી મળશે છુટકારો

0
Social Share

આજના આધુનિક જનામાં લોકો પરિવાર માટે પુરતો સમય ફાળવી શકતા નથી. જેથી ખુશ રહેવા અને આનંદ મેળવવા માટે લાફીંગ કલબમાં જાય છે. આપણે ખુશ રહેવા માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે. તેમજ ખુશ રહેવા માટે ટીવી, સિનેમા અને મોબાઈલ જેવાના ઉપકરણોનો સહારો લઈએ છીએ. પરંતુ હવે ખુશ રહેવા માટે બીજાનો આધાર રાખવાને બદલે પોતાનામાં જરૂરી પરિવર્તન લાવવા ઉપરાંત પરિવાર સાથે સમય વિતાવો જોઈએ.

  • કામમાં રહેવુ પ્રવૃતિશીલ

જો કોઈ કામ વહર નવરા રહેવાને કારણે ખરાબ વિચારો આવે છે. જેથી માનસિક બીમારી સહિત અનેક આરોગ્ય સમસ્યાઓ ઉભી થાય છે. જેથી આપણે કોઈ પણ કામમાં પ્રવૃતિશીલ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. જેથી મગજમાં ખોટા વિચાર નહીં આવે.

  • કામને પ્રેમ કરવો

લોકો આજના આધુનિક જમાનામાં લોકો શું કહેશે તેની ચિંતાને છોડીને પોતાને પસંદ હોય તે કામ કરવું જોઈએ. જો અન્ય ફિલ્ડમાં કામ મળે તો પણ હતાશ થયા વિના ઈમાનદારી પૂર્વક કામ કરવું જોઈએ. જેથી થોડા સમય બાદ આપના આત્મવિશ્વાસમાં વધારો થશે.

  • પરિવારને પુરતો સમય ફાળવો

હરિફાઈના સમયમાં પરિવાર અને મિત્રો માટે પુરતો સમય ફાળવો જોઈએ. તેમજ પોતાના ક્ષેત્રની વાતો તેમની સાથે શેર કરવી જોઈએ. જેથી પરિવાર અને મિત્રોનો આપને પૂરતો સહકાર મળશે.

  • નિયમિત કરસર કરો

દરરોજ સવારે વહેલી ઉઠીને કસરત કરવી જોઈએ. જેથી જે તમારા દિવસની શરૂઆત પૂરી ઊર્જા સાથે થશે. તેમજ આખો દિવસ તાજગીભર્યો રહેશે.

  • સમયપત્રક બનાવીને તેને અનુસરો

હરિફાઈના યુગમાં આપણે અનેક ધાર્યા કામ કરી શકતા નથી. જેથી કેટલીક વાર મુશ્કેલીઓ ઉભી થાય છે. જેથી દરરોજના કામનું લિસ્ટ બનાવીને તેને પૂર્ણ કરવું જોઈએ.

  • હાલમાં જીવો

ભૂતકાળમાં બનેલી ઘટનાઓ યાદ કરવાથી ચિંતા અને મુશ્કેલીઓ ઉભી થાય છે. જેથી ભૂતકાલને ભૂલીને વર્તમાનમાં જીવુ જોઈએ, જેથી સફળતાની સાથે સતત પ્રગતિ થશે.

  • હાસ્પ પ્રોગ્રામ-મૂવી જોઈ

તણાવને દૂર કરવા માટે આપણે નિયમિત હાસ્ય પ્રોગ્રામ અને મૂવી જોઈએ. દુઃખી અને હિંસાત્મક પ્રોગ્રામ જોવાનું ટાળવું જોઈએ.

  • પ્રેરણાત્મક પુસ્તક વાંચો

દરરોજ થોડો સમય પુસ્તકો માટે ફાળવો જોઈએ. નિયમિક પ્રેરણાત્મક પુસ્તકોના વાંચનથી પોઝિટિવ એનર્જી મળશે.

  • પૂરતો ભોજન અને ઉંઘ લો

દરરોજ શરીરને પુરતો આહાર મળી રહે તે માટે યોગ્ય ખોરાકની સાથે પુરતો આરામ લેવો જોઈએ. જેથી થાક અને નિરાશા દૂર થશે. આ ઉપરાંત હકારાત્મક રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code