
અભિનેતા દયાનંદ શેટ્ટીનો આજે જન્મદિવસ,’CID’ માં દયાનું પાત્ર ભજવી મેળવી લોકપ્રિયતા
- અભિનેતા દયાનંદ શેટ્ટીનો આજે જન્મદિવસ
- ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કર્યું કામ
- ‘CID’ માં દયાનું પાત્ર ભજવી મેળવી લોકપ્રિયતા
મુંબઈ:અભિનેતા દયાનંદ શેટ્ટી પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 11 ડિસેમ્બર 1969ના રોજ કર્ણાટકના મૈસૂરમાં થયો હતો.તેણે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું. પરંતુ તેની કારકિર્દીને નાના પડદાના શો ‘CID’થી ઓળખ મળી.આ શોમાં દયાનંદ શેટ્ટી દયાનું પાત્ર ભજવતા હતા.
આ શો 1998માં શરૂ થયો હતો અને છેલ્લો એપિસોડ 4 નવેમ્બર 2018ના રોજ ટેલિકાસ્ટ થયો હતો. દયાનો દરવાજો તોડવાની સ્ટાઈલ આજે પણ લોકો યાદ કરે છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમને યાદ છે કે દરવાજો કેટલી વાર તૂટ્યો છે. આના જવાબમાં તેણે કહ્યું કે મેં આ માટે કોઈ રેકોર્ડ રાખ્યો નથી પરંતુ તેનું નામ ગિનીસમાં નોંધવું જોઈએ. દયાએ 21 વર્ષ સુધી સિનિયર ઈન્સ્પેક્ટર દયાની ભૂમિકા ભજવી હતી.
દયાનંદ એક્ટર બનતા પહેલા ડિસ્કસ થ્રોઅર પ્લેયર હતા.તેણે રમતગમતમાં ઘણા એવોર્ડ જીત્યા.પરંતુ પગની ઈજાને કારણે તેણે રમત છોડી દેવી પડી અને બાદમાં તેણે અભિનયને પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી.
તેણે પોતાના કરિયરની શરૂઆત અજય દેવગનની ફિલ્મ ‘દિલજલે’થી કરી હતી. આ ફિલ્મમાં તેણે બંદૂકધારીનો રોલ કર્યો હતો. તેણે ‘જોની ગદ્દાર’, ‘રનવે’ અને ‘સિંઘમ રિટર્ન્સ’માં કામ કર્યું છે. સીઆઈડી સિવાય અભિનેતાએ ‘જસ્સી જૈસી કોઈ નહીં’, ‘ગટર ગૂ’, ‘કુસુમ’ સહિતના ઘણા ટીવી શોમાં કામ કર્યું છે.
દયાએ ‘ખતરો કે ખિલાડી’ અને ‘ઝલક દિખલા જા’ જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. અભિનેતા અંગત જીવનમાં સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી. તે તેની પત્ની અને પુત્રી સાથે મુંબઈમાં રહે છે.