1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા રણવીર સિંહ હવે ‘શક્તિમાન; બનીને સિનેમાધરોમાં મચાવશે ધમાલ – મકેશ ખન્નાની જગ્યાએ બનશે શક્તિમાન
અભિનેતા રણવીર સિંહ હવે ‘શક્તિમાન; બનીને સિનેમાધરોમાં મચાવશે ધમાલ – મકેશ ખન્નાની જગ્યાએ બનશે શક્તિમાન

અભિનેતા રણવીર સિંહ હવે ‘શક્તિમાન; બનીને સિનેમાધરોમાં મચાવશે ધમાલ – મકેશ ખન્નાની જગ્યાએ બનશે શક્તિમાન

0
Social Share
  • રણવીર સિંહ શક્તિમાનનો રોલ પ્લે કરશે
  • મુકેશ ખન્નાની જગ્યાએ રણવીર સિંહ જોવા મળશે શક્તિમાન ફિલ્મમાં

મુંબઈઃ- શક્તિમાન નામ સાંભળતા જ આપણી આંખો સામે મૂકેશ ખન્નાનો ચહેરો યાદ આવી જાય છે, દૂરદર્શન પર શક્તિમાન શો ખૂબ પ્રચલીત બન્યો હતો,બાળકોથી લઈને વડિલો પણ આ સિરીયલ જોવા ગોઠવાઈ જતા હતા.સુપરહીરો શક્તિમાન 90ના દાયકામાં ખૂબ જાણીતો હતો .

સુપર હિરો આધારિત સીરિયલ ‘શક્તિમાન’ની, જેને દેશનો પહેલો સુપરહીરો માનવામાં આવે છે. તે સમયે, શક્તિમાનનું પાત્ર, દરેકનું પ્રિય, મુકેશ ખન્નાએ ઓન-સ્ક્રીન ભજવ્યું હતું. તેમની ભૂમિકાને પણ દર્શકોએ એટલી જ વખાણી હતી જેટલી ‘મહાભારત’માં તેમણે ભજવેલી ભીષ્મના પાત્રને. આ સિરિયલની લોકપ્રિયતા જોઈને હવે તાજેતરમાં જ શક્તિમાન પર ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. હવે આ ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં બોલિવૂડના એક મોટા સ્ટારનું નામ સામે આવી રહ્યું છે.

સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન્સ દ્વારા તાજેતરમાં એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝરમાં ‘શક્તિમાન’ ફિલ્મની પહેલી ઝલક બતાવવામાં આવી હતી. જોકે નિર્માતાઓએ તે સમયે પણ ફિલ્મની કાસ્ટ અને ડિરેક્ટર વિશે કોઈ માહિતી આપી ન હતી. 

જો કે હવે જાણવા મળ્યું છે કે ફિલ્મ ‘શક્તિમાન’ માટે ઈન્ડસ્ટ્રીના એક જાણીતા કલાકારનો સંપર્ક કરવામાં આવ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ‘શક્તિમાન’ના નિર્માતાઓએ રણવીર સિંહને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની ઓફર કરી છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રણવીરે આ પ્રસ્તાવમાં ખૂબ રસ દાખવ્યો છે. જો કે આ ફિલ્મ રણવીરે સાઈન હજી સુધી કરી નથી,જો રણવીર સાઈન કરે છે તો હવે શક્તિમાનના રોલમાં જોવા મળી શકે છે.

આ સુપરહીરો ફિલ્મ સોની પિક્ચર્સ અને મુકેશ ખન્નાની ભીષ્મ ઈન્ટરનેશનલના બેનર હેઠળ બનશે, ‘મેકર્સને લાગે છે કે રણવીર આ સુપરહીરોનું પાત્ર સ્ક્રીન પર કુદરતી રીતે ભજવી શકે છે. અભિનેતા અને તેની ટીમ સાથે વાતચીત ચાલી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code