1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. IT/ITES ક્ષેત્ર માટે રોકાણકારોને સંપૂર્ણ પેપરલેસ–કોન્ટેક્ટલેસ ફેસલેસ અને કેશલેસ સિસ્ટમ પૂરુ પાડનાર પ્રથમ રાજ્ય બનશે
IT/ITES ક્ષેત્ર માટે રોકાણકારોને સંપૂર્ણ પેપરલેસ–કોન્ટેક્ટલેસ ફેસલેસ અને કેશલેસ સિસ્ટમ પૂરુ પાડનાર પ્રથમ રાજ્ય બનશે

IT/ITES ક્ષેત્ર માટે રોકાણકારોને સંપૂર્ણ પેપરલેસ–કોન્ટેક્ટલેસ ફેસલેસ અને કેશલેસ સિસ્ટમ પૂરુ પાડનાર પ્રથમ રાજ્ય બનશે

0
Social Share

અમદાવાદઃ મહાત્મા મંદિર ખાતે આયોજિત “ડિજિટલ ઇન્ડિયા વીક” કાર્યક્રમ અંતર્ગત આજે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી જીતુ વાઘાણી દ્વારા ત્રણ નવી આઇટી પહેલોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં “Gujarat MyGov” પોર્ટલ, “આઇટી/આઇટીઇએસ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન ગાઇડલાઇન” અને “આઇટી/આઇટીઇએસ પોલિસી ઇન્સેન્ટિવ મેનેજમેન્ટ” પોર્ટલનો સમાવેશ થાય છે. IT/ITES ક્ષેત્ર માટે રોકાણકારોને સંપૂર્ણ પેપરલેસ – કોન્ટેક્ટલેસ ફેસલેસ અને કેશલેસ સિસ્ટમ  પૂરુ પાડનાર પ્રથમ રાજ્ય બનશે, તેમ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ 100થી વધુ ઇ-ગવર્નન્સની પહેલ કરવામાં આવી છે. જેના પરિણામે સિસ્ટમમાં પારદર્શકતા, કાર્યદક્ષતા અને જવાબદારીમાં વધારો થયો છે, તેનો લાભ કરોડો નાગરિકોને મળ્યો છે. ગુજરાતમાં તેમના કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકારે આરોગ્ય, ગૃહ, પરિવહન, આબકારી અને કરવેરા, પોલીસ, મહેસૂલ, અન્ન અને નાગરિક પુરવઠો, સામાજિક સુરક્ષા સહિતના વિવિધ વિભાગો માટે અનેક મહત્વપૂર્ણ ઇ-ગવર્નન્સ પહેલ કરી હતી, જેના પરિણામે રાજ્યના નાગરિકોને મફત અને ઝડપી સેવાઓ મળી રહી. આ ઉપરાંત ગુજરાત રાજ્ય ડેટા સેન્ટર (જીએસડીસી), જીસ્વાન, ઇ-ગ્રામ સેન્ટર અને એટીવીટી સહિત ઇ-ગવર્નન્સના સૌથી મહત્વના આધારસ્તંભોની સ્થાપના કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હતું.

મંત્રીએ કહ્યું કે, ગુજરાત સરકારે ટીપીડીએસ (ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ), ઇ-ધરા, સાથી, ઇ-મમતા, ઇ-ગ્રામ વિશ્વગ્રામ જેવા પ્રોજેક્ટોની પહેલ કરી છે. વહીવટી કાર્યોના ડિજિટાઇઝેશન માટે ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ વર્કફ્લો એન્ડ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ગુણોત્સવ, એટીવીટી, એચએમઆઇએસ જેવી વિવિધ પહેલોનો અમલ કર્યો છે, જે મજબૂત અને અસરકારક સુશાસન તરફ દોરી જાય છે.

ગુજરાત સરકારે ત્રણ નવી આઇટી પહેલોનો શુભારંભ કર્યો હતો જેમાં “Gujarat MyGov” પોર્ટલ લોન્ચ કરીને રાજ્ય સરકારે ડિજિટલ ગવર્નન્સ માટેનું મહત્વનુ પગલું ભર્યું છે. MyGov પોર્ટલ થકી સમયાંતરે નાગરિકો પાસેથી નીતિઓ ઘડવા માટે ઇનપુટ મેળવવામાં આવે છે. તે ઉપરાંત “આઇટી/આઇટીઇએસ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન ગાઇડલાઇન” પણ આજે લોન્ચ કરવામા આવી છે. આઇટી/આઇટીઇએસ ક્ષેત્રમાં ટીમ ગુજરાત અભૂતપૂર્વ કામગીરી કરી રહી છે, તેને આગળ ધપાવવા આઇટી/આઇટીઇએસ નીતિ (2022-27) માટે અમલીકરણ માર્ગદર્શિકા અને પ્રોત્સાહન વ્યવસ્થાપન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. હવે, આઇટી / આઇટીઇએસ ક્ષેત્ર માટે રોકાણકારોની સુવિધાની સંપૂર્ણ પેપરલેસ – કોન્ટેક્ટલેસ – ફેસલેસ અને કેશલેસ સિસ્ટમ તૈયાર કરનાર પ્રથમ રાજ્ય બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code