
અભિનેત્રી એશ્વર્યારાય બચ્ચને ખાસ કારણસર લોંગ ટાઈમ બાદ પોતાનો ફોટો શેર કર્યો,જાણો શું કહ્યું
- એશ્વર્યા સોશિયલ મીડિયાથી રહે છે દૂર
- લાંબા સમય બાદ પોતાનો કેમેરા સામે પોઝ આપતો ફોટો શેર કર્યો
મુંબઈઃ- બોલિવૂડમાં રુપસુંદરી તરીકે જાણીતી અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન સોશિયલ મીડિયાથી ઘણી દૂર રહે છે.ત્યારે હવે ખૂબ જ લાંબા સમય બાદ તેણે પોતાનો એક ખાસ ફોટો શેર કર્યો છે અને આ સાથે જ દરેકને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. એશ્વર્યાએ બે ફઓટો પોસ્ટ કર્યા છે જેમાં તે કેમેરા સામે જોઈને પોઝ આપી રહી છે. તેણે કાળા રંગનો ફોર્મલ કોટ પહેર્યો છે.એશ્વર્યા હંમેશની જેમ ખૂબસૂરત લાગી રહી છે.
https://www.instagram.com/aishwaryaraibachchan_arb/?utm_source=ig_embed&ig_rid=ef499a72-78f4-43e3-a219-415efbb6ce7e
એશ્વર્યાએ પોતાના ફોટો સાથે કેપ્શનમાં લખે છે કે, ‘દરેકને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા ભાઈ -બહે નો સાથે આ ક્ષણની કદર કરો અને ખાસ યાદો બનાવો.
એશ્વર્યા હાલ તેની અપકમિંગ ફિલ્મ મણિરત્નમની ‘પોન્નિયલ સેલ્વમ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં, તે શૂટિંગ માટે રવાના થઈ હતી. એશ્વર્યા આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તે આ ફિલ્મમાં રાજકુમારી નંદિની અને રાણી મંદાકિની દેવી (નંદિની માતા) ની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ ફિલ્મ બે ભાગમાં રજૂ થશે. તેનો પહેલો ભાગ વર્ષ 2022 માં આવશે.આ બિગબજેટની ફિલ્મમાં એશ્વર્યા ખાસ ભુમિકામાં જોવા મળનાર છે,.