1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરઃ- અભિનેત્રી અમરીનના હત્યારાઓનો ખાતમો, શ્રીનગરમાં પણ સેનાએ બે આતંકીઓને કર્યા ઢેર
જમ્મુ-કાશ્મીરઃ- અભિનેત્રી અમરીનના હત્યારાઓનો ખાતમો, શ્રીનગરમાં પણ સેનાએ બે આતંકીઓને કર્યા ઢેર

જમ્મુ-કાશ્મીરઃ- અભિનેત્રી અમરીનના હત્યારાઓનો ખાતમો, શ્રીનગરમાં પણ સેનાએ બે આતંકીઓને કર્યા ઢેર

0
Social Share
  • અભિનેત્રી અમરીન હત્યારાઓ ઢેર
  • શ્રીનંગરમાં બે આતંકીઓનો ખાતમો

જમ્મુ કાશ્મીરમાં વિતેલા દિવસને ગુરુવારના રોજ અભિનેત્રી અનમરિનની ગોળી મારીને આતંકવાદીઓએ હત્યા કરી હતી ત્યારે હવે મોડી રાતે સેનાને મોટી સફળતા હાંસલ થી છે.પ્રાપ્ત જાણકારી પ્રમાણે દક્ષિણ કાશ્મીરના પુલવામાના અવંતીપોરામાં ગુરુવારે રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. કાશ્મીર પોલીસે કહ્યું કે સુરક્ષા દળોએ કાશ્મીરી અભિનેત્રી અમરીન ભટ્ટની હત્યા કરનારા બંને આતંકવાદીઓને ઘેરી લીધા છે અને ઠાર માર્યા છે.

તો બીજી તરફ બીજી તરફ શ્રીનગર એન્કાઉન્ટરમાં લશ્કરનો વધુ એક આતંકી ઠાર કરવામાં આવ્યો છે. આ સહિત લશ્કરના બે આતંકવાદીઓ માર્યા ગયા છે,આ મામલે જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે જણાવ્યું કે શ્રીનગર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લશ્કરના બે આતંકવાદીઓની ઓળખ શાકિર અહેમદ વાઝા અને આફરીન આફતાબ મલિક તરીકે થઈ છે. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. 

ઉલ્લેખનીય ચે કે છેલ્લા 3 દિવસથી જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતાઓ મળી રહબશ્મીર ઘાટીમાં 3 દિવસમાં જૈશ-એ-મોહમ્મદના 3 અને લશ્કર-એ-તૈયબાના 7 સહિત 10 આતંકવાદીઓ માર્યા ગયા છે.

સુરક્ષા દળોએ કાશ્મીરમાં ટીવી એક્ટર અમરીન ભટના મોતનો બદલો લીધો છે. કાશ્મીર ઘાટીમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આઈજીપી કાશ્મીર પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેણે કહ્યું, ‘ટીવી એક્ટર અમરીન ભટની જઘન્ય હત્યાનો કેસ 24 કલાકમાં ઉકેલાઈ ગયો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code