1. Home
  2. ગુજરાતી
  3. હેલ્મેટ વિના સ્કૂટર ઉપર નીકળી અભિનેત્રી ઉર્વશી રૌતેલાને પોલીસે અટકાવીઃ વીડિયો થયો વાયરલ
હેલ્મેટ વિના સ્કૂટર ઉપર નીકળી અભિનેત્રી ઉર્વશી રૌતેલાને પોલીસે અટકાવીઃ વીડિયો થયો વાયરલ

હેલ્મેટ વિના સ્કૂટર ઉપર નીકળી અભિનેત્રી ઉર્વશી રૌતેલાને પોલીસે અટકાવીઃ વીડિયો થયો વાયરલ

0
Social Share

મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાના ફોટો અને વીડિયોના માધ્યમથી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા ઉપર હાલ અભિનેત્રીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં અભિનેત્રી હેલમેટ પહેરયા વગર સ્કૂટર ઉપર બેઠેલી જોવા મળે છે. દરમિયાન એક પોલીસ કર્મચારી કંઈક પૂછી રહ્યોં છે. વીડિયોમાં ઉવર્શી ભીડની વચ્ચે ડરેલી જોવા મળે છે.

માઈ લવ ઉર્વશી રૌતેલા માય લાઈફ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઉર્વશીનો એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી સ્કૂટર ઉપર સવાર જોવા મળે છે. પરંતુ અભિનેત્રીએ હેલ્મેટ પહેર્યું નથી. આ ઉપરાંત યુનિફોર્મમાં સજ્જ પોલીસ કર્મચારી ઉભેલો જોવા મળે છે. જે અભિનેત્રીને કેટલાક સવાલ કરી રહ્યો છે. વીડિયોને જોઈને એવુ લાગે છે કે પોલીસ કર્મચારી અભિનેત્રી પાસે વાહનના દસ્તાવેજ માંગી રહ્યો છે. તેમજ થોડીવાર અભિનેત્રી કાગળીયા આપે છે.

ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો આ વીડિયો તેમના અગામી પ્રોજેક્ટનો છે. જેનું તે શૂટિંગ કરી રહી છે. વીડિયોના બ્રેક ગ્રાઉન્ડમાં ભીડ દેખાય છે તે પણ શૂટીંગનો જ ભાગ છે. તેમજ બ્રેક ગ્રાઉન્ટમાં ટ્રાઈપોર્ડથી લઈને અન્ય વસ્તુઓ જોવા મળે છે. જેથી એવુ માની શકાય છે કે, આ વીડિયો કોઈ શૂટીંગનો જ છે. જેને અભિનેત્રી સારી રીતે શૂટ કરતી જોવા મળે છે.

અભિનેત્રી ઉર્વશી છેલ્લી વાર ફિલ્મ પાગલપંતીમાં જોવા મળી હતી. પરંતુ 2020માં અભિનેત્રીની ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા ઓટીટી પ્લેટફોર્મ ઉપર રીલિઝ થઈ હતી. હવે બ્લેક રોઝમાં જોવા મલશે. આ હિન્દી અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code