1. Home
  2. ગુજરાતી
  3. નાની ઉંમરે આંખોની સમસ્યા કેમ થાય છે,તેનાથી બચવા અપનાવી લો નવી આદત
નાની ઉંમરે આંખોની સમસ્યા કેમ થાય છે,તેનાથી બચવા અપનાવી લો નવી આદત

નાની ઉંમરે આંખોની સમસ્યા કેમ થાય છે,તેનાથી બચવા અપનાવી લો નવી આદત

0
Social Share
  • નાની ઉંમરમાં આંખોની સમસ્યા?
  • તો હવે પોતાની આદત બદલો
  • અપનાવી લો નવી આદત

આજના સમયમાં આંખોની સમસ્યા હોવી એટલે કે નાની ઉંમરે આંખોમાં નંબર આવી જવા તે સામાન્ય વાત બની ગઈ છે. આપણને અત્યારના સમયમાં એવું પણ જોવા મળે છે કે બાળક હજું પહેલા ધોરણમાં પણ નથી અને તેને આંખોના નંબર આવી ગયા હોય છે. આ પાછળ કેટલીક બેદરકારી જવાબદાર હોય છે.

જાણકારોના કહેવા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની કાળજી રાખવા પ્રત્યે ગેરજવાબદાર બને ત્યારે અનેક પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે, અને તેમાં પણ વાત કરવામાં આવે આંખોની તો તે શરીરનો સૌથી નાજુક ભાગ છે જેને ધ્યાનમાં રાખવું જોઈએ.

દરેક વ્યક્તિ જ્યારે કોઈપણ પુસ્તકને વધારે નજીકથી રાખીને વાંચવાની આદત પાડે છે ત્યારે તેને દુરનું જોવાની કે વાંચવાની આદત જતી રહે છે અને આંખો પણ એ રીતે સેટ થઈ જાય છે. આમ થયા બાદ વ્યક્તિને દુરના નંબર પણ આવી જતા હોય છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો મુસાફરી દરમિયાન ચશ્મા ન પહેરવા, રાતના સમયે ઊંઘ પુરી ન થવી અને મોબાઈલનો વધારે પડતો ઉપયોગ પણ આંખોને નુક્સાન કરી શકે છે અને અંતમાં તે આંખને લગતી અનેક સમસ્યાને આમંત્રણ આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર જાણકારી માટે છે અને તેની કોઈ પૃષ્ટી કરવામાં આવતી નથી. જો કોઈ વ્યક્તિને સમસ્યા હોય તેણે ડોક્ટરની પાસે જરૂર જવું જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code