
અફઘાનિસ્તાનના ખેલાડીઓ માટે IPL 2024 માં રમવું મુશ્કેલમાં છે, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હીઃ અફઘાનીસ્તાનની ક્રિકેટ ટીમ ધીરે ધીરે એક મોટી ક્રિકેટ ટીમ બનતી જાય છે, કેમ કે તેમના ખેલાડીઓ દરેક મેચ સાથે વધુ સારો દેખાવ કરી રહ્યાં છે. અફગાનિસ્તાનની ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ને દુનિયાને પોતાની તાકાત બતાવી છે. ભારતમાં યોજાયેલ વન્ડે વર્લ્ડ કપમાં પણ અફઘાનિસ્તાન ટીમ એ શાનદાર પ્રદર્ષન કર્યું હતું. જેનો ફાયદો તેમને આઈપીએલ 2024ની હરાજીમાં થયો હતો.
આઈપીએલ 2024 માટે અફઘાનિસ્તાનના 5 ખેલાડીઓને અલગ-અલગ ટીમોમાં જાળવી રાખ્યા છે. જ્યારે 3 ખેલાડીઓને આઈપીએલ 2024 માટે થયેલ હરાજીમાં ખરીદવામાં આવ્યા છે. આ રીતે આઈપીએલ 2024 માં અફઘાનિસ્તાનના 8 ખેલાડીઓ રમતા જોવા મળશે. પરંતુ આમ કરવું મુશ્કેલ બની શકે છે.
હકીકતમાં, આઈપીએલ 2024 માટે જાળવી રાખેલા કે ખરીદાયા પછી કેટલાક અફઘાનિસ્તાનના ખેલાડીઓનું આઈપીએલ 2024માં રમવું મુશ્કેલ થઈ શકે છે. એવુ એટલા માટે થઈ શકે છે કેમ કે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમના 3 ખેલાડીઓને નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ આપ્યા નથી. આ 3 ખેલાડીઓમાં નવીન ઉલહક્ક, મુજીબ ઉર રહેમાન અને ફઝલ હક્ક ફારુખી ના નામનો સમાવેશ થાય છે.
અફઘાનિસ્તાનના આ 3 ખેલાડીઓને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આગલા 2 વર્ષ સુધી એનોસી એટલે અનુમતિ પ્રમાણ પત્ર મળવાની સંભાવના નથી. હકીકતમાં અફઘાનિસ્તાનના આ 3 ખેલાડીઓને 1 જાન્યુઆરીથી એસીબી ના સેંટ્રલ કોન્ટ્રાક્ટથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એના પછી જ એસીબી એટલે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે 2024 માટે આ 3 ખેલાડીઓના સેંટ્રલ કોન્ટ્રાક્ટમાં વિલંબ કરવાનો નિર્ણય લાધો હતો. આ મામલાને પૂરી રીતે તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.