
રાજઘાની દિલ્હી 3 દિવસ બાદ આજે ફરી લોકોની ભીડથી ધમધમતું થયું, રોજ કરતા ટ્રાફિક પોલીસને આ દિવસોમાં 6 ગણા વઘુ કોલ આવ્યા
દિલ્હીઃ- રાજઘાની દિલ્હીમાં જી 20 સમિટને લઈને અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા ત્યારે આજરોજ સોમવારની વહેલી સવારથી જ દિલ્હીમાં લોકોની તહેલ પહેલ જોવા મળી હતી 3 દિવસ બાદ દિલ્હી ફરી લોકો અને રસ્તાઓના ટ્રાફિકથી ઘમધમતું થયું છે.
ઉલ્લેખનીય છે કે જી 20 સમિટ રવિવારે પૂર્ણ થઈ ગઈ છે.જેથી આજે સવારથી જ દિલ્હીના રસ્તાઓ પર ફરી એ જ ટ્રાફિકથી ભર્યા જોવા મળ્યા હતા. ત્રણ દિવસ બાદ દિલ્હી આજથી ફરી સામાન્ય દેખાઈ રહ્યું છે. જી-20 સમિટને કારણે રદ કરાયેલી ટ્રેનોનું સંચાલન શરૂ થઈ ગયું છે. બસો પોતપોતાના રૂટ પર ફરી દોડી રહી છે.
દિલ્હી ખાતે જી 20ને લઈને 7 થી 8 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ 12 થી 10 સપ્ટેમ્બરની રાત્રે 11.59 વાગ્યા સુધી, મથુરા રોડ, ભૈરોન રોડ, પુરાણા કિલા રોડ અને પ્રગતિ મેદાન ટનલની અંદર ચાલવા માટે પરવાનગી આપવામાં આવી ન હતી, પરંતુ આજથી આ રસ્તાઓ પર ચાલવા પર પ્રતિબંધ રહેશે. પરંતુ કામગીરી સંપૂર્ણ રીતે શરૂ થઈ ગઈ છે.
આ સાથે જ G20 સમિટને કારણે દિલ્હીમાં તમામ શાળા, કોલેજો અને સરકારી કચેરીઓ બંધ હતી, જે આજથી ફરી શરૂ થઈ ગઈ છે.ટ્રાફિક ની જાણકારીની જો વાત કરીએ તો સામાન્ય દિવસો કરતા આ દિવસે કોલ આવવાની સંખ્યા વઘી છએ એટલે કે દિલ્હી ટ્રાફિક પોલીસ હેલ્પલાઈનને દરરોજ 2,500 કોલ્સ પ્રાપ્ત થયા હતા, જે દૈનિક સરેરાશ કરતા છ ગણા વધુ છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં સપ્તાહના અંતમાં G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી ટ્રાફિક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “G20 સમિટના સામાન્ય દિવસોમાં, ‘પબ્લિક ઇન્ટરફેસ યુનિટ’ ની હેલ્પલાઇન પર દરરોજ સરેરાશ 400 કોલ આવતા હતા.
tags:
delhi