
ઉદિત થવાના 90 દિવસો બાદ ફરીથી કમાલ દેખાડશે શનિદેવ, જાણો કઈ રાશિઓના જાતકો માટે સાબિત થશે વરદાન સ્વરૂપ
શનિદેવ 2024માં ભલે રાશિ પરિવર્તન કરે નહીં, પરંતુ તેમની દરેક ચાલ ક્યાંકને કંયાંક તમામ રાશિઓ પર પ્રભાવ પાડે છે. શનિદેવ માર્ચમાં ઉદય થઈ જશે અને પછી શનિદેવ વક્રી પણ થઈ જશે. શનિ 7મી માર્ચે ઉદિત થઈ રહ્યા છે અને તેના પછી 29 જુલાઈએ વર્કી થશે. તેના પછી તેઓ નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં જ રહેશે. આ વર્ષે 2024માં દર બેથી ત્રણ મહિને રાશિઓ પર પોતાનો પ્રભાવ પણ સ્થાપિત કરતા રહેશે. આ પ્રકારે તમામ રાશિઓને શનિની કૃપા તો મળશે, પરંતુ કેટલીક ચારથી પાંચ રાશિઓ પર શનિદેવની સકારાત્મક અસર વરદાન સ્વરૂપ સાબિત થશે. આ સમયગાળામાં તેમના અટકેલા કામ બનશે અને દિવસ પહેલા કરતા સારો વીતશે. આવો જાણીએ આ પરિવર્તનથી કઈ રાશિઓ મેળવશે વરદાન જેવો દરેક દિવસ-
આવી રાશિઓના જાતકોને પોતાના કરિયરમાં કોઈ મુશ્કેલી હશે, તો શનિ કૃપાથી તે મુશ્કેલીઓ દૂર થશે અને તમારા માટે સારો સમય આવશે. ભાગ્ય જે ઘણાં સમયથી તમારી સાથે નથી, હવે તમારા બગડેલા કામ બનાવશે. ઘણી મુશ્કેલીઓ તમારી સામે ઘૂંટણિયા ટેકવશે. કુલ મળીને સારો સમય વીતશે.
આવી રાશિઓમાં સૌથી પહેલી રાશિ તુલા રાશિ છે. ત્યાર બાદ મેષ અને વૃષભ રાશિના જાતકો માટે પણ શનિદેવ ફળદાયી બનવાના છે.
તુલા રાશિ-
તુલાના જાતકો માટે સમય સારો રઙસે. તમે પહેલાના મુકાબલે હવે સારું પરિણામ મેળવશો. શનિ કારોબાર, નોકરી અને પરીક્ષામાં તમને સફળતા અપાવશે. પહેલેથી કોઈ યોજના પર અટકેલા હતા, તે હવે પાટા પર દોડતી દેખાશે. સમય તમારા માટે ઘણો સારો યોગ લઈને આવે છે.
વૃષભ અને મેષ રાશિ-
આ બંને રાશિના જાતકો માટે પણ સમય સારો છે. કારોબાર આ તબક્કામાં ચમકશે, પહેલાની ડીલ્સ ફાઈનલ થશે અને પાઈપલાઈનના પ્રોજેક્ટ રફ્તાર પકડશે. પરિવારથી કોઈ મુશ્કેલી નહીં થાય.
(ડિસ્કેલમર – આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરી રહ્યા નથી કે તે સંપૂર્ણપણે સત્ય અને ચોક્કસ છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ જરૂર લો)