1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના એક માસમાં જ રામલલાને 100 કરોડ રૂપિયાનો ચઢાવો, દેશદુનિયામાંથી દાન-દક્ષિણાનું ઘોડાપૂર
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના એક માસમાં જ રામલલાને 100 કરોડ રૂપિયાનો ચઢાવો, દેશદુનિયામાંથી દાન-દક્ષિણાનું ઘોડાપૂર

અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના એક માસમાં જ રામલલાને 100 કરોડ રૂપિયાનો ચઢાવો, દેશદુનિયામાંથી દાન-દક્ષિણાનું ઘોડાપૂર

0
Social Share

અયોધ્યા: રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને અત્યાર સુધીમાં એક માસમાં એક અબજથી વધુની દાન-દક્ષિણા આવી ચુકી છે. આ એ ચઢાવો છે કે જે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્રને ચેક અથવા રશીદના માધ્યમથી ભક્તો દ્વારા સમર્પિત કરાય છે. આના સિવાય દાનપાત્ર અને ઓનલાઈન બેંક ખાતામાં મોકલવામાં આવનારી ધનરાશિ અલગ છે. તેનો હિસાબ બેંક દ્વારા જ પ્રાપ્ત થશે. આના સંદર્ભે ભારતીય સ્ટેટ બેંકની અયોધ્યા શાખાના મેનેજર ગોવિંદ મિશ્રએ કાયદાકીય બાધ્યતાને ટાંકતા આને જાહેર કરવાનો ઈન્કાર કર્યો છે.

તો તીર્થક્ષેત્રના કોષાધ્યક્ષ મહંત ગોવિંદ દેવગિરિએ કહ્યુ છે કે 19 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરીની વચ્ચે જ 50 કરોડથી વધુની ધનરાશિ ભક્તો તરફથી સમર્પિત કરાય છે. તો ચાર દિવસ પહેલા જમશેદપુર ઝારખંડની એક કંપની તરફથી રામલલાને 11 કરોડની ધનરાશિ સમર્પિત કરવામાં આવી છે. શનિવારે સંત મોરારીબાપુએ તીર્થક્ષેત્ર મહાસચિવ ચંપતરાયને 10 કરોડની રકમ સમર્પિત કરી છે. તો શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર અને એસબીઆઈની વચ્ચે નવા કરાર મુજબ, બેંકના કર્મચારીઓએ રામમંદિરના દાન એકાઉન્ટની જવાબદારી સંભાળી લીધી  છે.

મહંત ગોવિંદદેવ ગિરિએ કહ્યુ છે કે પત્ર-પુષ્પ સમર્પિત કરવાનો આગ્રહ કરાયો હતો.તો 18થી19 કરોડ રૂપિયાની ધનરાશિ સમર્પિત થઈ. તેમાં એનઆરઆઈ પણ હતા. પરંતુ એફસીઆરએમાં ખાતું નહીં હોવાને કારણે 11 કરોડની ધનરાશિ જ આપી શકાયહતી. તેની બાકીની રકમમાં કેટલીક વધુ ધનરાશિ પણ સમર્પિત કરવામાં આવી.

રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના ઉપલક્ષ્યમાં રામકથાનું નવ દિવસનું અનુષ્ઠાન કરી રહેલા મોરારી બાપુ દરરોજ રામલલાના દરબારમાં હાજરી લગાવી રહ્યા છે. તેમણે રામલલાને 56 ભોગ પણ અર્પિત કર્યો છે. આ ભોગ રવિવારે લગાવવામાં આવ્યો. આ પ્રસંગે મોરારી બાપુ અને એસપી જાલાન હાજર રહ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે શિરડી સાઈં મંદિરમાં વાર્ષિક 630 કરોડ રૂપિયા જેટલી દાન-દક્ષિણા અર્પિત કરવામાં આવે છે. વૈષ્ણો દેવી મંદિરમાં વાર્ષિક 500 કરોડ રૂપિયા, પદ્મનાભ સ્વામી મંદિરમાં વાર્ષિક 500 કરોડ અને તિરુપતિ બાલાજીમાં વાર્ષિક 600 કરોડ રૂપિયાની દાન-દક્ષિણા અર્પિત થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code