
લગભગ 2.5 વર્ષ પછી પ્રવાસીઓ ભૂટાન પણ ફરવા જઈ શકશે
કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને ભૂટાનની સરકાર દ્વારા દેશની સરહદોને બંધ કરી દેવામાં આવી હતી, પણ હવે તે સરહદોને ભૂટાનની સરકાર દ્વારા ખોલી દેવામાં આવી છે જેથી કરીને ભૂટાન ફરવા જનારા લોકો ભૂટાન ફરવા પણ જઈ શકશે.
ભૂટાનની સરહદને ખોલતા લોકો એવું માની રહ્યા છે કે સરહદ નજીકના રહેવાસીઓ આ સમાચારથી ઉત્સાહિત છે, કારણ કે મુસાફરોના આવવાથી લગભગ 50000 હજાર લોકોને રોજગાર મળવાની સંભાવના છે અને મીડિયા રિપોર્ટ અનુસાર ભૂટાને 23 સપ્ટેમ્બરે વિશ્વ માટે તેના દરવાજા અથવા સરહદ ખોલવાનો નિર્ણય લીધો છે.
ફરવા જનારા લોકોને તે વાતની તકલીફ પડી શકે છે કે ભૂટાને વિદેશી પ્રવાસીઓ પાસેથી ત્રણ ગણી ફી વસૂલવાની યોજના બનાવી છે. તેમના મતે, હવે પ્રતિ પ્રવાસી લગભગ $200 ચાર્જ કરવામાં આવશે, જેની કિંમત લગભગ 16000 રૂપિયા રાખવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, ભૂટાન સરકારે અર્થવ્યવસ્થાને વધારવા માટે આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કહેર પહેલા આ ફી લગભગ 5000 રૂપિયા હતી, પરંતુ હવે આવક વધારવા માટે તેને ત્રણ ગણી કરવામાં આવી છે.
પોતાના દેશની ઈકોનોમીને વધારે મજબૂત બનાવવા માટે ભૂટાનની સરકાર વિદેશી પ્રવાસીઓ પાસેથી $200 વસૂલવામાં આવી શકે છે જ્યારે 5થી 12 વર્ષની વયના બાળકો માટે $100ની ફી વસૂલવામાં આવી શકે છે. આ ઉપરાંત 5 વર્ષથી નીચેના બાળકો પાસેથી કોઈપણ પ્રકારની ફી ન લેવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.