નેપાળના વડાપ્રધાન બન્યા બાદ પુષ્પ કમલ દહલ પ્રચંડ પ્રથમ વિદેશ યાત્રામાં ભારતની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી
નેરાળના પ્રધાનમંત્રી પ્રથમ મુલાકાતે ભારત આવશે
વિદેશ સચિવ ક્વાત્રા સાથેની મુલાકાતમાં આપી હતી માહિતી
દિલ્હીઃ- દેશવિદેશના નેતાઓ ફભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે હવે નેપાળના વડાપ્રધાને તેમની પ્રથમ વિદેશ યાત્રામાં ભારતની પસંદગી કરી છે મળતી માહિતી પ્રમાણે નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ગયા વર્ષે ડિસેમ્બરમાં સત્તા સંભાળ્યા પછી તેમની પ્રથમ વિદેશ યાત્રા પર ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે વિદેશ સચિવ વિનય ક્વાત્રા સાથેની મુલાકાત દરમિયાન પ્રચંડે ભારત આવવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સહીત સરકાર દ્રારા જ સંચાલિત ‘ગોરખાપત્ર’ સમાચાર મુજબ આ માહિતી સામે આવી છે.
જો કે નેપાળના પ્રધાનમંત્રીની ભારતનીમુલાકાતની સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા અને વેપાર, ઉર્જા, કૃષિ, સંસ્કૃતિ અને હવાઈ સેવાઓ જેવા મુદ્દાઓ પર મુખ્ય ચર્ચા કરવામાં આવશે.
આ પહેલા નેપાળના પ્રધાનમંત્રી પ્રચંડે કહ્યું હતું કે તેઓ તેમની પ્રથમ વિદેશ યાત્રા તરીકે ભારતની મુલાકાત લેશે. ભારતીય દૂતાવાસે સોમવારે કહ્યું હતું કે વિદેશ સચિવ ક્વાત્રાએ વડાપ્રધાન પ્રચંડ સાથે મુલાકાત કરી અને વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને નેપાળ નજીકના ભાગીદારો છે અને જે વર્ષો જૂના સભ્યતા અને સાંસ્કૃતિક સંબંધો પરથી તેનું અનમાન લગાવી શકાય છે.