
પેટ્રોલ-ડીઝલ બાદ હવે તેલના ભાવમાં થયો નોંધપાત્ર વધારો, સીંગતેલ-કપાસિયા તેલનો ભાવ ડબ્બે 40 રૂપિયા વધ્યો
અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને પહોંચ્યો છે. લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી નથી ત્યારે હવે રોંજીંદા ભોજનમાં વપરાતા એવા તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.
જાણકારી મુજબ સિંગતેલનાં ડબ્બાનાં આજનાં ભાવ રૂ.2545 થયા હતા તો કપાસીયા તેલનાં ડબ્બાનાં રૂ.2025 થયા હતા. આમ આજ રોજ પણ બંને ખાધ તેલોનાં ભાવમાં ડબ્બે રૂ.40-40નો વધારો જોવા મળ્યો છે. ખાધ તેલોમાં આજે પણ આગ ઝરતી તેજી યથાવત રહી છે અને તેના કારણે સામાન્ય પ્રજાની મુશ્કેલી વધી છે.
જો કે સામાન્ય રીતે આ રીતે જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓમાં વધારો થતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે