1. Home
  2. ગુજરાતી
  3. સેમસંગ બાદ હવે આઇફોન યુઝર્સ માટે જોખમને લઈને સરકારે એલર્ટ જારી કર્યું
સેમસંગ બાદ હવે આઇફોન યુઝર્સ માટે જોખમને લઈને સરકારે એલર્ટ જારી કર્યું

સેમસંગ બાદ હવે આઇફોન યુઝર્સ માટે જોખમને લઈને સરકારે એલર્ટ જારી કર્યું

0
Social Share
દિલ્હી-  દેશની સરકાર એ આઇફોન વપરસ્કર્તાઓ માટે એલર્ટ જારી કર્યું છે આ ગયું સેમસુંગ ફોનના વપરાશ કર્તાઓ માટે પણ એલર્ટ જારી કરાયું હતું વાતજાણે  એમ છે કે આઇફોન  વપરાશકર્તાઓ  તાજેતરના એલર્ટને પગલે, સરકાર હવે આઇફોન વપરાશકર્તાઓને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી રહી છે.
જો તમે પણ આઇફોન વાપરી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ખૂબજ કામના છે  સેમસંગ બાદ હવે ભારત સરકારે iPhone યુઝર્સ માટે સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. સરકારની સાયબર સિક્યોરિટી વોચડોગ કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયા (CERT-In) એ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે તેને એપલ  ઉત્પાદનોમાં અનેક જોખમો મળ્યા છે. જેના કારણે યુઝર્સના ડેટાની સુરક્ષા હેકર્સના નિશાના પર બની ગઈ છે.
અહેવાલમાં, CERT એ જણાવ્યું હતું કે, “એપલ ઉત્પાદનોમાં બહુવિધ નબળાઈઓ નોંધવામાં આવી છે જે હુમલાખોરને સંવેદનશીલ માહિતીને ઍક્સેસ કરવા, મનસ્વી કોડનો અમલ કરવા, સુરક્ષા પ્રતિબંધોને બાયપાસ કરવા, સેવા (DoS) શરતોને નકારવા, પ્રમાણીકરણને બાયપાસ કરવા, એલિવેટેડ વિશેષાધિકારો મેળવવાની મંજૂરી આપી શકે છે. , અને લક્ષિત સિસ્ટમો પર સ્પુફિંગ હુમલાઓ કરી શકે છે .”
Apple ઉત્પાદનોના સોફ્ટવેરમાં ઘણી પ્રકારની ખામીઓ જોવા મળી છે, જેના કારણે હેકર્સ તમારા ઉપકરણ પર નિયંત્રણ મેળવી શકે છે. આવી સ્થિતિમાં યુઝર્સના ડેટા અને માહિતીની ચોરી થઈ શકે છે. વધુ જોખમ ધરાવતા ઉપકરણોમાં iOS, iPadOS, macOS, tvOS, watchOS અને Safari બ્રાઉઝરનો સમાવેશ થાય છે.
CERT-In અનુસાર, આ જોખમ  યુઝર્સની સમસ્યાઓમાં વધારો કરી શકે છે. આ ખતરાને ‘ઉચ્ચ’ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. સેમસંગ યુઝર્સને આપવામાં આવેલી ચેતવણી બાદ આ સિક્યોરિટી એડવાઈઝરી આવી છે.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code