
અમદાવાદ: શહેરમાં ચાની કીટલીઓ પર ગ્રાહકોને પેપર કપમાં ચા આપવામાં આવતી હોવાથી લોકોના આરોગ્ય અને પર્યાવરણને પણ નુકશાન થાય છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 20 જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે ચાની કિટલી ધારકોએ પણ પેપર કપને બદલે માટીની કૂલડીમાં ચા આપવાનો રસ્તો શોધી કાઢ્યો છે. માટીની કુલ્લડી બનાવતા કારીગરોને એડવાન્સ ઓડર મળી રહ્યા છે. કોરોના બાદ મંદીનો માહોલ હતો. પરંતુ હવે કુલ્લડીની માંગ વધતા ફરી તેજી આવી છે. જેના કારણે કારીગરોને રોજગારીમા પણ વધારો થયો થશે. 50થી 60 ટકા કુલ્લડીના ઓર્ડરમાં વધારો થયો હોવાનું કહેવાય છે. માત્ર ચાની કિટલીઓ પર જ નહીં પણ લગ્ન પ્રસંગેમાં પણ ચા, સૂપ કે છાસ આપવા માટે માટીના કપ, ગ્લાસનો ઉપયોગ થશે,
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધને કારણે માટીની કૂલ્લડીની માગ વધશે. માટીના કૂલ્લડી સહિત માટીના વાસણો બનાવતા કારીગરોના કહેવા મુજબ વર્ષોથી માટીથી ફુલ્લડી, ગ્લાસ, વાટકી બનાવતા હતા. પરંતુ જેમ ઓર્ડર આવે તેવી રીતે તૈયાર કરતા હતા. પરંતુ પેપર કપ પરના પ્રતિબિંબના કારણે કુલ્લડીની માંગમાં વધારો થયો છે. કુલ્લડીના ઓર્ડરમાં 50થી 60 ટકા વધારો થયો છે. એક મહિનામમાં 25થી 30 હજાર કુલ્લડી બનાવશું. હોલસેલમાં ચા માટેના ફુલ્લડીની કિંમત 1.50 રૂપિયાથી 2.50 રૂપિયા છે. લસ્સી, છાસ માટે માટીના ગ્લાસ એક નંગના 4થી 5 રૂપિયા અને સૂપ માટેના માટીના એક કપના 5 રૂપિયા તો આઈસ્ક્રીમ માટેના માટીની વાટકીનો 5 રૂપિયા ભાવ છે. જ્યારે એક પેપર કપ 30થી 50 પૈસામાં પડતો હતો. અડધી ચાની કુલ્લડી 1.50 રૂપિયામાં પડશે. જ્યારે આખી ચાની કુલ્લડી 2 રૂપિયા પડે છે અને કાચનો કપ 5 રૂ. પડે છે. માટીની કૂલ્લડીને લીધે ચાની કિંમતમાં ભાવ વધારો કરવો પડશે. લોકો કાચનો કપ કે પેપર કપ કરતા માટીની કૂલ્લડી વધુ પસંદ કરી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના ‘ટી સ્ટોલ પર વર્ષો પહેલા કપ રકાબીમાં ચા આપવાની સિસ્ટમ હતી. જે ફેલ ગઈ હતી. કારણ કે કપની સફાઈ જળવાતી ન હતી અને ત્યાર બાદ પ્લાસ્ટિક કપ આવ્યા અને બંધ પણ કરવામાં આવ્યો. હવે પેપર કપ પણ બંધ થશે. જો કે કાચના કપ અને ફુલ્લડમાં ચા પીવો તે પણ સારું નથી. અમદાવાદ શહેરમાં પેપર કપ પર 20 જાન્યુઆરી પ્રતિબંધ છે.અને 20 જાન્યુઆરી બાદ પેપર કપ જોવા મળશે તો કાર્યવાહી એ એમ સી દ્વારા કરવામાં આવશે