1. Home
  2. ગુજરાતી
  3. વિનાશક પૂરની તબાહી બાદ પાકિસ્તાનમાં હવે આ વાતનો ખતરો,WHOએ આપી ચેતવણી
વિનાશક પૂરની તબાહી બાદ પાકિસ્તાનમાં હવે આ વાતનો ખતરો,WHOએ આપી ચેતવણી

વિનાશક પૂરની તબાહી બાદ પાકિસ્તાનમાં હવે આ વાતનો ખતરો,WHOએ આપી ચેતવણી

0
Social Share

દિલ્હી:વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વિનાશક પૂરના પગલે પાકિસ્તાનમાં પાણીજન્ય રોગો ફાટી નીકળવાની આશંકા વ્યક્ત કરી છે.

WHOના વડા ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,પાકિસ્તાનના પૂર પ્રભાવિત વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી અને તેનાથી કોલેરા અને અન્ય બીમારીઓ થઈ શકે છે.

WHOએ પાકિસ્તાનના પૂરથી પ્રભાવિત વિસ્તારો અને ખાસ કરીને સૌથી વધુ અસરગ્રસ્ત સિંધ પ્રાંતના લોકોને વધારાની સાવચેતી રાખવાની સલાહ આપી છે.ટેડ્રોસે શનિવારે આ વાત પર પ્રકાશ નાખતા કહ્યું હતું કે,સ્થિર પાણી મચ્છરોના સંવર્ધનનું કારણ બની શકે છે, જે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવી શકે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code