
અનેક રાજ્યોમાં દૂધના ભાવ વધ્યા બાદ હવે ઉત્તરપ્રદેશમાં પણ દૂધ મોંધુ થયુંહ – પ્રતિ લીટરે રુપિયા 2 નો વધારો
- ઉત્તરપ્રદેશમાં વધ્યા દૂધના ભાવ
- આ પહેલા દિલ્હીમાં પણ વધારો કરાયો હતો
લખનૌઃ- દેશભરમાં એક તરફ દિવાળીનો પર્વ આવી રહ્યો છે તો બીજી તરફ જનતા પર મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે, અનેક ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધારાની સાથે અનેક સ્થાનિક દૂધ ઉત્પાદકોની કંપનીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે
દિલ્હીમાં દૂધના ભાવ વધાર્યા બાદ હવે પરાગ દીધ બનાવતી કંપનીએ ઉત્તરપ્રદેશમાં પણ ભાવ વધારો કર્યો છે.ઉત્તર પ્રદજેશમાં પ્રતિ લીટરે દૂધના ભાવમાં રુપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે. અહીં મંગળવારથી પરાગ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
હવેથી આ વધારા બાદ ફુલ ક્રીમ ધરાવતા એક લીટર પરાગ દૂધની કિંમત 61 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 63 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે. જેની સીધી અસર દિવાળીમાં વેચવામાં આવતી મીઠાઈ પર પડતી જોવા મળશે,
પ્રાપ્ત વિગત પ્રમાણે પરાગના જનરલ મેનેજરે આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. જેના કારણે કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, અન્ય કોઈ બ્રાન્ડના દૂધના ભાવમાં કોઈ ફેરફાર કે વધારો કરવામાં આવ્યો નથી. સાથે જ પરાગના દેશી ઘી અને મીઠાઈના ભાવમાં પણ વધારો થયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દૂધના ભાવ વધતાની સાથે જ પરાગ દૂધની મીઠાઈ પહેલા રૂ. 400 પ્રતિ કિલો મળતી હતી. હવે તેની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો વધી ગઈ છે. પરાગ મીઠાઈનો ભાવ હવે પ્રતિ કિલો રૂ.500 થઈ ગયો છે. આ રીતે ા કંપનીની દરેક આઈટમમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.રાજ્યની જનતાએ હવે સ્વિટ ખાવા ખરીદવા પર વધુ ચૂકવણી કરવી પડશે.