1. Home
  2. ગુજરાતી
  3. ટામેટા બાદ હવે ડુંગળીએ બગાડ્યો ભોજનનો સ્વાદ -ભાવ આસમાને પહોંચતા હવે ડુંગળી 100 રુપિયે કિલો સુઘી પહોંચતા ગૃહિણીઓ પરેશાન
ટામેટા બાદ હવે ડુંગળીએ બગાડ્યો ભોજનનો સ્વાદ -ભાવ આસમાને પહોંચતા હવે  ડુંગળી 100 રુપિયે કિલો સુઘી પહોંચતા ગૃહિણીઓ પરેશાન

ટામેટા બાદ હવે ડુંગળીએ બગાડ્યો ભોજનનો સ્વાદ -ભાવ આસમાને પહોંચતા હવે ડુંગળી 100 રુપિયે કિલો સુઘી પહોંચતા ગૃહિણીઓ પરેશાન

0
Social Share

દિલ્હીઃ- દેશભરમાં હવે ટામેટા બાદ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે રોજીંદા વપરાશમાં લેવાતી ડુંગળી હવે મોંઘી થઈ રહી છે દિવસેને દિવસે તેના ભાવમાં વઘારો નોંઘાતો જોવા મળી રહ્યો છે.ડુંગળીના વઘતા ભાવની સાથએ જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જો વાત કરીએ તો તહેવારોની સિઝન હોવાથી ડુંગળીની માંગ વધી ત્યારે તેના ભાવ પણ અચા માત્ર 10 દિવસમાં 25 થી 30 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ડુંગળી 80 થી 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પણ પડી છે.

ડુંગળીના ભાવમાં અચાનક થયેલા વધારાથી સામાન્ય લોકોની આંખમાં આંસુ આવી ગયા છે. જ્યારે આ પહેલા ટામેટાએ પણ લોકોને ખૂબ રડાવ્યા હતા. જો કે, ડુંગળીના વેચાણકર્તાઓનું કહેવું છે કે તેના ભાવ ધીમે ધીમે ઘટવા લાગશે.જો કે હાલ ભાવ ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી.

 દેશના મોટા શહેરો જેવા કે દિલ્હી, કોલકાતા, બેંગલુરુ અમવાદા જેવા શહેરોમાં નવરાત્રી બાદ ડુંગળીના ભાવમાં અચાનક વધારો થવા લાગ્યો હતો. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં ડુંગળીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. અહીં વિવિધ બજારોમાં ડુંગળીના છૂટક ભાવ 80 થી 90 રૂપિયા સુધી પહોંચી ગયા છે. માત્ર 10 દિવસમાં ડુંગળીના ભાવ બમણા થવાને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર રસોડાનો વધારાનો બોજ વધી ગયો છે.
 વધતી જતી ઠંડી અને લગ્નસરાની સીઝનની શરૂઆત સાથે ડુંગળીની માંગમાં વધુ વધારો થશે. તેને જોતા ડુંગળીને ડમ્પ કરવામાં આવી રહી છે. ડુંગળીનો નવો પાક નવેમ્બર અને ડિસેમ્બરમાં આવે છે. જૂનો માલ ખલાસ થઈ ગયો છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે.
જેના કારણે હજુ પણ છૂટકમાં ડુંગળી 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. છૂટક દુકાનદારોનું કહેવું છે કે ડુંગળીના ભાવમાં હજુ વધારો થવાની સંભાવના છે.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code