
યુએસ રાષ્ટ્રપતિ બાઈડેન બાદ બ્રિટિશ પીએમ ઋષિ સુનક આજે ઇઝરાયેલની મુલાકાતે જશે
દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી ઈઝરા. અને પેલિસ્ટાઈન વચ્ચે યુદ્ધ ની સ્થિતિ ચાલી રહીવ છએ આવી સ્થિતિમાં અમેરિકા રાષઅટ્રપતિ વિતેલા દિવસે ઈઝરાયલની મુલાકાતે પહોચ્યા હતા ત્યારે હવે ઇઝરાયેલ પર આતંકવાદી હુમલા વચ્ચે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક ગુરુવારે તેલી પહોંચશે. અહીં તેઓ તેમના સમકક્ષ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળશે.
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે વધી રહેલા સંઘર્ષ વચ્ચે, યુનાઈટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનાક ગુરુવારે યુદ્ધગ્રસ્ત દેશની મુલાકાત લેવાના છે. યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બિડેન રવિવારે તેલ અવીવમાં બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કર્યા પછી પીએમ સુનકની મુલાકાત સામે આવી રહી છે.
જાણકારી પ્રમાણે તેમની આ મુલાકાત દરમિયાન, તેઓ હમાસ આતંકવાદીઓ સાથે ઇઝરાયેલના ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરવા અને એકતા વ્યક્ત કરવા માટે ત્યાંના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે. રોયટર્સે યુકેના પીએમ ઓફિસને ટાંકીને આની જાણ કરી છે.
યુકેના વડા પ્રધાન ઋષિ સુનક તેના ઇઝરાયેલી સમકક્ષ સાથે વાટાઘાટો માટે ઇઝરાયેલ ગયા હતા. ડાઉનિંગ સ્ટ્રીટે જાહેરાત કરી કે તેમની ઇઝરાયેલ મુલાકાત પૂર્ણ કર્યા પછી, સુનાક પશ્ચિમ એશિયાના અન્ય નેતાઓ સાથે વધુ ચર્ચા કરવા માટે પ્રદેશના અન્ય દેશોની મુસાફરી કરવાના છે.