
ફરી ભારત શ્રીલંકાની મદદે, 15 હજાર લીટર કેરોસીન મોકલ્યું જેનાથી માછીમારોને મળશે મદદ
- ભારતે કરી શ્રીલંકાની મદદ
- 15 હજાર લીટર કેરોસીન કર્યુ સપ્લાય
- જાફરાન શહેરના માછીમારોને લાગશે કામ
દિલ્હીઃ- શ્રીલંકા દેશ છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે,વિશ્વના ઘણા દેશઓ તેની પડખે મદદદે આવ્યા છે આવી સ્થિતિમાં ભારત સતત શ્રીલંકાની મદદ કરી રહ્યું છે ત્યારે વિદેશી હૂંડિયામણના ભંડારને કારણે ભારત શ્રીલંકાને ખોરાક, બળતણ અને દવા જેવી મૂળભૂત વસ્તુઓની આયાત કરવા માટે દરેક રીતે મદદ કરી રહ્યું છે. શુક્રવારે ભારતે જાફના શહેરના 700 માછીમારોની મદદ માટે 15,000 લિટર કેરોસીન શ્રીલંકાને મોકલ્યું હતું, જેઓ શનિવારે ત્યાં પહોંચ્યા હતા.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે જાફનામાં ભારતના કોન્સ્યુલેટ જનરલ રાકેશ નટરાજે ટ્વીટ કરીને આ અઁગેની જાણ કરી છે. શ્રીલંકાના મત્સ્યોદ્યોગ મંત્રી ડગ્લસ દેવાનંદની હાજરીમાં ડેલ્ફ્ટ, નૈનાતીવુ, ઇલાવિતવુ અને અનાલિતિવુના 700 માછીમારોને ભારત તરફથી મોકલવામાં આવેલ 15,000 લિટર કેરોસીનનું વિતરણ કરવામાં આવ્યું હચું
બીજી તરફ બીજા ઘણા દેશો પણ શ્રીલંકાની મદદ કરી રહ્યા છએ ત્યારે હવે વિશઅવબેંકે પણ શ્રીલંકાની મદદ કરવાની જાહેરાત કરી છે જે હેઠળ વિશ્વ બેંક આયાત જરૂરિયાતો માટે શ્રીલંકાને 70 કરોડ ડોલરની મદદ આપશે. વિશ્વ બેંક શ્રીલંકાના વર્તમાન દેવાને નવી આઇટમમાં ફાળવીને તાત્કાલિક રાહત આપવાની તૈયારી કરી રહી છે.ઉલ્લેખનીય વિશ્વ બેંકના શ્રીલંકાના વડા ચિયો કાંડાએ ગયા અઠવાડિયે શ્રીલંકાના વિદેશ મંત્રી જીએલ પીરીસ સાથેની મુલાકાત દરમિયાન આ ખાતરી આપી હતી.