
ઉત્તરપ્રદેશમાં પુનઃજન્મની ઘટના આવી સામેઃ 8 વર્ષના બાળકની વાતો સાંભળી પરિવારજનો ચોંકી ઉઠ્યાં !
દિલ્હીઃ સામાન્ય રીતે આપણે પુનઃજન્મ દિવસે ફિલ્મો અને ટીવીમાં જોયું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં પુનઃજન્મની ઘટના પ્રકાશમાં આવી છે. આઠ વર્ષના બાળકે તેના પુનઃજન્મની વાત કરતા તેના માતા-પિતા ચોંકી ઉઠ્યાં હતા. તેમજ બાળકના મોઢેથી ગયા જન્મ અંગેની માહિતી તેના પૂર્વ જન્મના માતા-પિતાને કહેતા તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મૈનપુરી જિલ્લાના નગલા સલેહી ગામમાં રહેતા પ્રમોદ કુમારના ઘરે આવેલા આઠ વર્ષના બાળકે તેમને પિતા કહીને બોલાવ્યાં હતા. આઠ વર્ષના બાળકે કેવી રીતે નહેરમાં ડુબી જતા મોત થયું તેની માહિતી આપતા પ્રમોદ કુમાર અને તેમની પત્નીએ બાળકને ગળે લગાવી લીધું હતું. તેમજ તેમની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા.
પ્રમોદ કુમારે કહ્યું હતું કે, તેમના દીકરા રોહિતનું 13 વર્ષની ઉંમરે 2013માં નહેરમાં ડુબી જવાથી મોત થયું હતું. આસપાસના લોકો પણ બાળકના પુનઃ જન્મની વાતો સાંભળી સ્તબ્ધ થઈ ગયા હતા. ગ્રામજનોના જણાવ્યાં અનુસાર બાળકે જે કહ્યું તે સાચુ હતું.
બાળકને ગામમાં લઈને પહોંચેલા રામનરેશએ જણાવ્યું હતું કે, આઠ વર્ષ પહેલા તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો. તેનું નામ ચંદ્રવીર રાખવામાં આવ્યું હતું. જ્યારે તે બોલતો થયો ત્યારે પોતોના પુનઃજન્મની વાતો કહેતો હતો. તેમજ નગલા સલેહી આવીને માતા-પિતાને મળવાની જીદ કરતો હતો. પરંતુ તેને ગુમાવવાના ડરે તેઓ સાથે લઈને આવ્યાં ન હતા. જો કે, બાળકની જીદથી મજબુર થઈને તેમને નગલા સલેહી લાવ્યો હતો. આ દરમિયાન ગામની સ્કૂલમાં સંચાલક સુભાષ યાદવ પણ પુનઃજન્મની વાત સાંભળીને તેમના ઘરે પહોંચ્યાં હતા. જ્યાં તેમને જોઈને બાળક પગે લાગ્યો હતો. તેમજ પોતાના ક્લાસરૂમ અંગે પણ તેમને જાણકારી આપી હતી.