
અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો હતો. સામાન્યરીતે ઉનાળાની ઋતુમાં શાકભાજી, ફળફળાદિ અને ફૂલોની આવકમાં ઘટાડો થતો હોય છે. જેના લીધે આવક ઘટતા ભાવમાં વધારો થયો હોય છે. પરંતુ શહેરના એપીએમસીમાં ગુરૂવારે લીલા શાકભાજીની આવકમાં વધારો થતાં ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. સરેરાશ બેથી પાંચ ટકાનો ઘટાડો થયો છે પણ છૂટક માર્કેટમાં ગ્રાહકોને મળે એવું લાગતુ નથી.
અમદાવાદના APMC માર્કેટમાં ગુરૂવારે લીલા શાકભાજીની આવકમાં વધારો થતા શાકભાજીના ભાવમાં સરેરાશ 2 થી 5 ટકાનો ઘટાડો થયો હતો. જેમાં બટાકા, ડુંગળી, કોથમીર, સૂકું લસણ, આદુ, મરચા અને ટામેટાના ભાવમાં ઘટાડો થયો હતો. જ્યારે લીંબુ, ચોળી અને તુવેરના ભાવ યથાવત રહ્યા હતા. હાલ અસહ્ય ગરમીને લીધે લીલા શાકભાજીને વધુ સમય સુધી રાખી શકતા નથી. અને વેપારીઓએ ખેડૂતો પાસેથી જે માલ ખરીદ્યો હોય તેનું તે દિવસે જ વેચાણ કરી દેવું પડે છે. એટલે કે શાકભાજીની માંગ કરતા આવક વધી જતા વેપારીઓએ શાકભાજીના ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી.
અમદાવાદ APMC માર્કેટમાં ગુરૂવારે શાકભાજીના ભાવ જાઈએ તો બટાકા 21 રૂપિયા પ્રતિ કિલો, ડુંગળી 17 રૂપિયા પ્રતિ કિલો, રીંગણ 18 રૂપિયા પ્રતિ કિલો, કોબીજ 12 રૂપિયા પ્રતિ કિલો, ફુલાવર 25 રૂપિયા પ્રતિ કિલો, વાલોર 55 રૂપિયા પ્રતિ કિલો, ટામેટા 18 રૂપિયા પ્રતિ કિલો, ચોળી 100 રૂપિયા પ્રતિ કિલો અને મરચા 28 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો. જ્યારે લીંબુ 120 રૂપિયા પ્રતિ કિલો, આદુ 107 રૂપિયા પ્રતિ કિલો, દૂધી 22.5 રૂપિયા પ્રતિ કિલો, તુવેર 100 રૂપિયા પ્રતિ કિલો, વટાણા 60 રૂપિયા પ્રતિ કિલો, ભીંડા 40 રૂપિયા પ્રતિ કિલો, કાકડી 37.5 રૂપિયા પ્રતિ કિલો, કારેલા 50 રૂપિયા પ્રતિ કિલો, ગવાર 45 રૂપિયા પ્રતિ કિલો, મેથી 40 રૂપિયા પ્રતિ કિલો, કોથમીર 25 રૂપિયા પ્રતિ કિલો અને ફુદીનો 25 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો.
આ ઉપરાંત ગાજર 27.5 રૂપિયા પ્રતિ કિલો, સુકુ લસણ 200 રૂપિયા પ્રતિ કિલો, રતાળુ 60 રૂપિયા પ્રતિ કિલો, સુરણ 78 રૂપિયા પ્રતિ કિલો, સરગવો 20 રૂપિયા પ્રતિ કિલો, પરવર 50 રૂપિયા પ્રતિ કિલો, ગિલોડા 65 રૂપિયા પ્રતિ કિલો, તુરીયા 45 રૂપિયા પ્રતિ કિલો, ગલકા 18 રૂપિયા પ્રતિ કિલો, બીટ 15 રૂપિયા પ્રતિ કિલો અને રવૈયા 40 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો.