1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ સિવિલઃ 10 મહિનામાં 20 વ્યક્તિઓના અંગદાનથી 54 વ્યક્તિઓને મળ્યું નવુજીવન
અમદાવાદ સિવિલઃ 10 મહિનામાં 20 વ્યક્તિઓના અંગદાનથી 54 વ્યક્તિઓને મળ્યું નવુજીવન

અમદાવાદ સિવિલઃ 10 મહિનામાં 20 વ્યક્તિઓના અંગદાનથી 54 વ્યક્તિઓને મળ્યું નવુજીવન

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અંગદાનને લઈને જાગૃતિ ફેલાઈ છે. જેથી બ્રેનડેથ વ્યક્તિના પરિવારજનો પોતાના સ્વજનના અંગદાન માટે આગળ આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદની સવિલ હોસ્પિટલમાં 10 મહિનાના સમયગાળા 20 વ્યક્તિઓએ પોતાના અંગોનું દાન કરીને 54 વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, મૂળ ડૂંગરપુર, રાજસ્થાન ના 46 વર્ષીય બસુબેન કલાસુઆનો 21 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં અકસ્માત થતાં પ્રાથમિક સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરપુર ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થિતિ વધુ ગંભીર બનતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા. જ્યાં 23 નવેમ્બરના રોજ તેઓને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. બ્રેઈનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ Tissue Transplant Organization)ની ટીમ દ્વારા અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા. બસુબેનના પરિવારજનો દ્વારા અંગદાનની સંમતિ દર્શાવતા તેમની બંને કિડની, બે ફેફસા અને લીવરના અંગોનું દાન મેળવવામાં સફળતા મળી હતી. આ અંગોનું હવે વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આરોપણ કરાશે. જ્યારે બંને ફેફસાને ગ્રીન કોરિડોર કરી ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે હૈદરાબાદના દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યા હતા અને એ રીતે અનેક જીવનમાં ફરી ખુશહાલીનો રંગ છવાશે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 10 મહિનાના સમયગાળામાં 20 વ્યક્તિઓએ 60થી વધારે અંગનું દાન કર્યું છે. જેથી 54 જેટલી વ્યક્તિઓની જીંદગીમાં નવા રંગ પુરાયાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code