
અમદાવાદમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રાયપુર, કર્ણાવતી ખાતે “જય રાધે હોટેલ”ના પ્રાંગણમા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ – અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT ની ટીમ ઉપસ્થિત રહી હતી. રાયપુર વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી ડો. સુનિલભાઈ બોરિસા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્ણાવતી મહાનગર કાર્યવાહ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, મણીનગર ભાગના મા. સંઘચાલકજી શ્યામસુંદરભાઈ જાલન સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ટ્રસ્ટને મોમેન્ટો આપવામાં આવ્યું હતું.