1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂપિયા 12.02 કરોડ થઈ
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂપિયા 12.02 કરોડ થઈ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂપિયા 12.02 કરોડ થઈ

0
Social Share

અમદાવાદઃ શહેરમાં વસતીના વધારા સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. સાથે જ મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવક કરોડો રૂપિયા થઈ રહી છે. મ્યુનિ.ને એક જ દિવસમાં 12.02 કરોડની પ્રોપર્ટી, પ્રોફેશનલ સહિતના ટેક્સની આવક થઈ હતી. જેમાં રૂ. 6.19 કરોડની આવક માત્ર ઓનલાઈન પેમેન્ટ દ્વારા મળી છે. રોકડ અને ચેક મારફતે રૂ. 5. 82 કરોડની જ આવક થઈ હતી. આમ કોર્પોરેશનની રિબેટ યોજનામાં ઓનલાઈન પેમેન્ટમાં 1 ટકા રાહતને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નો નિયમિત અને સમયસર ટેક્સ ભરતા શહેરીજનોને પ્રોત્સાહન આપવા તેમજ ઓનલાઇન માધ્યમથી એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓને વધુ રાહત આપવા માટે ત્રણ મહિનાની રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન માધ્યમથી પેમેન્ટ કરનારને વધુ 1 ટકા રાહત આપવામાં તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. ગઈકાલે તા. 22 એપ્રિલથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેનો અમદાવાદના નાગરિકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. જે કરદાતાઓએ વર્ષ 2021-22 સુધીનો સંપૂર્ણ ટેક્સ/સેસ/વેરા/રેન્ટ/વ્યાજ વગેરે ભર્યું હોય અને માગ શૂન્ય કરાવી હોય તેઓને વર્ષ 2022-23નો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં 22 એપ્રિલ 2022થી 21 જુલાઈ 2022 સુધીમાં ભરપાઇ કરે તો તેવા કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સની રકમ (જનરલ ટેક્સ+ વોટર ટેક્સ+ કોન્ઝરવન્સી ટેક્સ) ઉપર લાભ આપવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નવા આવેલા બોપલ-ઘુમાના વિસ્તારોની મિલકતોને મિલકતવેરાની ગણતરી કરીને આખરી મિલકતવેરો તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરેલ વોટર સુઅરેજ ચાર્જની મળી જે રકમ આવે તે રકમ જે તે નગરપાલિકા ગ્રામપંચાયતના વર્ષ 2020-21ની મિલકત વેરા, ઘર વેરા તથા અન્ય કર વગેરે ચાર્જ મળીને જે રકમ થતી હોય તેના કરતાં વર્ષ 2022-23ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રોપર્ટી ટેક્સ વધારે થતો હોય તેવા કિસ્સામાં આ બંનેના તફાવતની રકમમાં ચાલુ વર્ષે 50 ટકા પ્રમાણે વળતર આપવામાં આવશે.બજેટ 2022-23માં થયેલા ઠરાવ મુજબ કોરોના મહામારીની અસરને ધ્યાને રાખતા ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને કોરોના કાળમાં નાણાંકીય રાહત રહે તે માટે અમદાવાદ શહેરની 75 ચો.મી સુધીના ક્ષેત્રફળ ધરાવતી રહેણાંકની મિલકતોને વર્ષ 2022-23ના જનરલ ટેક્સ, વોટર ટેક્સ, કોન્ઝરવન્સી ટેક્સ, એજ્યુકેશન સેસ સહિતની પ્રોપર્ટી ટેક્સની કુલ રકમના 25 ટકા રિબેટ આપવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code