1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નાણાભીડ દુર કરવા સોનાની લગડી જેવા પ્લોટ્સ વેચી 500 કરોડ મેળવશે
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નાણાભીડ દુર કરવા સોનાની લગડી જેવા પ્લોટ્સ વેચી 500 કરોડ મેળવશે

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નાણાભીડ દુર કરવા સોનાની લગડી જેવા પ્લોટ્સ વેચી 500 કરોડ મેળવશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં અવિચારી કરાતા વિકાસના કામોને લીધે મ્યુનિ.કોર્પોરેશન પર આર્થિક ભારણ વધી રહ્યું છે. મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી અને પ્રોફેશલ ટેક્સની કરોડો રૂપિયાની આવક હોવા છતાં ખર્ચને પહોંચી વળાતું નથી. હવે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ સોનાની લગડી સમાન કિંમતી પ્લોટ્સ વેચીને 500 કરોડ મેળવવાનું આયોજન કર્યું છે. શહેરના પ્રાઈમ લોકેશન પર આવેલા 7 પ્લોટને વેચીને 500 કરોડ રૂપિયા ઉભા કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખર્ચા વધી રહ્યાં છે. જેની સામે આવકના સ્ત્રોત ઘટતાં તિજોરીનું તળીયુ દેખાવા લાગ્યું છે. હવે વિકાસના નામે અમદાવાદના થલતેજ, બોડકદેવ ઉપરાંત વસ્ત્રાલ અને નિકોલમા આવેલા સાત પ્લોટ વેચીને 500 કરોડની આવક ઉભી કરવા નિર્ણય કરવામા આવ્યો છે.  આ માટે પ્લોટના ભાવ પણ જાહેર કરાયા છે. થલતેજમા આવેલા પ્લોટના વેચાણથી રુપિયા 174 કરોડ તથા બોડકદેવ વોર્ડમાં આવેલા પ્લોટના વેચાણથી રુપિયા 172 કરોડથી વધુ આવક થવાનો એએમસીને અંદાજ છે. 20 થી 23 ફેબ્રુઆરી દરમિયાન તમામ પ્લોટ અંગે ઓનલાઈન હરાજી કરવામા આવશે. આ પહેલાં પણ  મ્યુનિ.એ.પ્લોટ વેચવા ઓનલાઈન હરાજી કરી હતી. જે સમયે સિંધુભવન રોડ ઉપરના પ્લોટનો 151 કરોડમાં સોદો નક્કી કરાયો હતો. જે આખરે રદ કરી દેવામાં આવ્યો હતો. સરકારે આ પ્લોટ વેચ્યો નહોતો પણ બજારમાં ભાવ અંગેની ગણતરીઓ માંડી લીધી હતી. હવે એક સાથે 7 પ્લોટ વેચવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમય બાદ મ્યુનિસિપલ તંત્રની આવકમા ઘટાડો થયો છે. કોરોનાની અસર હવે એએમસીની આવક પર થવા લાગી છે.  આ પહેલાં 16 જેટલા રહેણાંક તથા કોમર્શિયલ પ્લોટના વેચાણ માટે ટેન્ડર બહાર પાડવામા આવ્યા હતા. 7મી મે-2021ના રોજ ઓનલાઈન હરાજી કરવામા આવી હતી.આ હરાજીમા ટી.પી.સ્કીમ. નંબર-50, બોડકદેવના પ્લોટ નંબર-385ની  3469 ચોરસમીટર જમીન ખરીદવા માટે 158 બીડર ઓનલાઈન હરાજીમા હાજર રહયા હતા. પ્લોટની અપસેટ વેલ્યુ તંત્ર દ્વારા રુપિયા 1,88,000 પ્રતિ ચોરસમીટર રાખવામા આવી હતી.જો કે હરાજી સમયે પ્લોટની કિંમત રુપિયા 2,22,100  સુધી પહોંચી ગઈ હતી. જોકે, આ મામલે તંત્રને કાર્ટેલ રચાઈ હોવાની ગંધ આવતાં મ્યુનિએ આ પ્લોટની હરાજીઓ રદ કરી દીધી હતી. હવે ફરી રૂપિયાની જરરૂ પડતાં 7 પ્લોટ વેચવાનો નિર્ણય લેવાયો છે. હવે એએમસીને પોતાની નવી આવક ઉભી કરવા માટે કોઈ સ્ત્રોત ન મળતાં ફરી આ પ્લોટનું વેચાણ કરી રૂપિયા ઉભા કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે નિર્ણયો પણ લેવાઈ ગયા છે. જેને પગલે આગામી દિવસોમાં આ પ્લોટોની હરાજી થાય તેવી સંભાવના છે. એએમસીને અત્યારસુધી સરકાર પાસે અપેક્ષા રાખતી હતી પણ હવે સરકાર કોઈ પણ રાહત યોજનાઓમાં રૂપિયા ખર્ચે તેવી સંભાવના ઓછી હોવાથી એએમસીએ પોતાના ખર્ચ માટે રૂપિયા ભેગા કરવાનો નિર્ણય લીધો છે. જેમાં બિલ્ડરોને પણ બખ્ખાં થવાની સંભાવના છે. આગામી દિવસોમાં હરાજીમાં શું ભાવ આવે છે અને સરકાર કેવો નિર્ણય લે છે એની પર તમામનો આધાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code